Electric Vehicles: ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માંગો છો? આ છે સરકારની પોલિસી અને તૈયારી, મુશ્કેલી વગર દોડાવવાની થઈ રહી છે વ્યવસ્થા
દિલ્લી સરકારે ક્લસ્ટર બસ ડેપો સ્ટેશન પર ચાર્જિગ સ્ટેશનો અને બેટરી સ્વેપિંગના સ્ટેશનો બનાવવા એનર્જી એફિશિએન્સી સર્વિસેઝ લિમિટેડ (EESL) ની સહાયક કંપની CESLની સાથે કરાર કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિગ વ્યવસ્થા મજબૂત કરવાની તૈયારીઓ પુરી કરી લીધે છે. રાજ્ય સરકાર 14 નવા સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન લગાવશે. 14 નવા સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે જે તમામ સ્ટેશન પર 6 ચાર્જિગ પોઈન્ટ હશે, જેમાંથી 3 પોઈન્ટ ટુ વ્હીલર અને 3 પોઈન્ટ થ્રી અને ફોર વ્હીલર વાહનો માટે હશે. આ સ્થળો દિલ્લી સરકારની વન દિલ્લી એપ પર પણ જોઈ શકાશે.
કન્વર્જેંસ એનર્જી સર્વિસેઝ લિમિટેડ (CESL) ની સાથે કરાર
દિલ્લી સરકારે ક્લસ્ટર બસ ડેપો સ્ટેશન પર ચાર્જિગ સ્ટેશનો અને બેટરી સ્વેપિંગના સ્ટેશનો બનાવવા એનર્જી એફિશિએન્સી સર્વિસેઝ લિમિટેડ (EESL) ની સહાયક કંપની CESLની સાથે કરાર કર્યા છે. MoU પ્રમાણે CESL પોતાના ખર્ચ પર ક્લસ્ટર બસ ડેપો પર ચાર્જિંગ યુનિટ બનાવશે, સંચાલન કરશે અને જાળવણી પણ કરશે.
દર મહિને રૂ 1 પ્રતિ kWh ના દરે ચુકવણી
જગ્યાના ઉપયોગ માટેનું ભાડું CESL થકી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ને મળશે. પ્રતિ 1 kWh દીઠ એક રૂપિયો ચૂકવવામાં આવશે. આ ચૂકવણી દર મહિને કરવામાં આવશે. જો તેને ત્રણથી વધુ ECS (સમાન કાર જગ્યા)ની જરૂર હોય, તો ECS દીઠ રૂ.2000 પ્રતિ મહિને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.શરૂઆતમાં, કરારનો સમયગાળો 10 વર્ષનો રહેશે. MOU પ્રમાણે CESL ઝડપથી કામ શરૂ કરશે અને આગામી ચાર મહીનામાં દરેક સ્ટેશનોની સ્થાપનાનું કામ પૂર્ણ કરી લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે