ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સરળ બન્યું! RTO ગયા વગર જ મળશે આ લાઇસન્સ, જાણો નિયમો

ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા વિશે વિચારી રહ્યાં છો તો અમે તમને કેટલાક નિયમોની માહિતી આપી રહ્યાં છીએ. જેની મદદથી તમને લાયસન્સ બનાવવામાં સરળતા રહેશે. તમે ઘરે બેઠા આ સર્વિસનો લાભ મેળવી શકો છો. 

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સરળ બન્યું! RTO ગયા વગર જ મળશે આ લાઇસન્સ, જાણો નિયમો

નવી દિલ્હીઃ જો તમે પણ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે વિચારી રહ્યાં છો અને પરેશાન છો? તો આજે અમે તમને કેટલાક નિયમોની જાણકારી આપી રહ્યાં છીએ. જેના વિશે જાણી તમે પણ ચોકી જશો. કારણ કે તમે તેની મદદથી  RTO ગયા વગર લાયસન્સ મેળવી શકો છો. 

લર્નિંગ લાયસન્સ
ડ્રાઈવિંગ લાયસન્સ હાસિલ કરતા પહેલા  RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે. ટેસ્ટ ક્લિયર કર્યા બાદ તમને ડ્રાઈવિંગ લાયસન્સ ઈશ્યૂ કરવામાં આવે છે. આ કારણ છે કે તમારે તેના વિશે જાણી લેવું જોઈએ.

કઈ રીતે હાસિલ કરશો લર્નિંગ લાયસન્સ
લર્નિંગ લાયસન્સ મેળવવું ખુબ સરળ હોય છે. કારણ કે તેમાં તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોતી નથી અને તમે ઘરે બેઠા ઓનલાઈન જઈ તેની અરજી કરી શકો છો. પરંતુ તે પહેલા તમારે એક ઓનલાઈન ટેસ્ટ જરૂર આપવાની હોય છે. 

શું હોય છે ટેસ્ટ
આ ટેસ્ટમાં તમને કેટલીક જરૂરી વસ્તુ પૂછવામાં આવે છે. જેમ કે તમને રોડના સામાન્ય નિયમો વિશે પૂછવામાં આવશે. સાથે ટ્રાફિક સિગ્નલની જાણકારી લેવામાં આવે છે. 

કેમ મળે છે લર્નિંગ લાયસન્સ
લર્નિંગ લાયસન્સ તે માટે જારી કરવામાં આવે છે કે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે તૈયાર થઈ જાય. આ દરમિયાન તમે તમારી ગાડી શીખી શકો છો અને તમારે ટ્રાફિક ચલણનો સામનો કરવો પડતો નથી. પરંતુ તમારી ગાડી પર  'L'લખાવવાનું હોય છે અને ત્યારબાદ તમે ગાડી ડ્રાઈવ કરી શકો છો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news