Alert! આ નંબર પરથી ફોન આવે તો ભૂલમાં પણ ઉપાડશો નહીં, મિનિટોમાં જતા રહેશે મહેનતના પૈસા

Whatsapp પર ઈન્ટરનેશનલ નંબરોથી આવનાર કોલથી સાવધાન રહો. આ કોલ સ્કેમર્સના હોઈ શકે છે. આવો જાણીએ વોટ્સએપ દ્વારા આ સાઇબર ઠગ યુઝર્સને કઈ રીતે પોતાનો શિકાર બનાવે છે.

Alert! આ નંબર પરથી ફોન આવે તો ભૂલમાં પણ ઉપાડશો નહીં, મિનિટોમાં જતા રહેશે મહેનતના પૈસા

WhatsApp Fraud : જો તમારા Whatsapp પર પણ ઈન્ટરનેશનલ નંબરથી કોલ આવી રહ્યો છે તો તત્કાલ સાવધાન થઈ જશો બાકી તમે સાઇબર ફ્રોડનો શિકાર થઈ શકો છો. તાજેતરના મહિનામાં Whatsapp પર લોકોની સાથે ઓનલાઈન ફ્રોડના કેસ સામે આવ્યા છે. જ્યાં પર ઓનલાઇન ઠગ લોકોને ઈન્ટરનેશનલ કોલ કરી એક્સ્ટ્રા કમાણી કરવા માટે પાર્ટ ટાઇમ વર્કની ઓફર આપી રહ્યાં છે. પૈસા કમાવાના ચક્કરમાં ઘણા લોકો આ ફ્રોડનો શિકાર થયા છે. 

Whatsapp પર આ કોડ્સથી રહો સતર્ક
Whatsapp પર +212 અને +27  કોડથી કોલ આવશે, જેનાથી યૂઝર્સને લાગશે કે આ કોલ મોરક્કો કે સાઉથ આફ્રિકાથી આવી રહ્યો છે. પરંતુ તેવું નથી. ભારતમાં જ કોઈ જગ્યાએ બેસી સાઇબર ઠગ તમને કોલ કરી રહ્યાં છે. જાણકારી પ્રમાણે ઇથોપિયા (+251), મલેશિયા (+60), ઇન્ડોનેશિયા (+62), કેન્યા (+254), વિયેતનામ (+84) થી પણ લોકોને ઈન્ટરનેશનલ કોલ્સ આવી રહ્યાં છે. 

આ રીતે ફ્રોડ કોલની ઓળખ કરો
યુઝર્સ જલ્દી ફ્રોડ કોલ્સને ઓળખી શકતા નથી. હકીકતમાં માત્ર અવાજ સાંભળી જાણકારી મેળવવી કે સામેની વ્યક્તિ સાચુ બોલી રહી છે કે ખોટું, સરળ નથી. અમે તમને આ સાઇબર ઠગોની કામ કરવાની રીત જણાવીશું, ત્યારબાદ તમે કોલ આવવા પર ઓળખી શકશો કે આ ફ્રોડ કોલ છે કે સાચો કોલ છે. સાઇબર ઠગ દિવસમાં બે કે ત્રણવાર કોલ કરે છે. ક્યારેક બે દિવસમાં એકવાર કોલ આવે છે. કોલ ઉઠાવ્યા બાદ સાઇબર ઠગ ખુદને HR જણાવશે અને તમને પાર્ટ ટાઇમ જોબની ઓફર કરશે. 

ઠગ રિવ્યૂ લખવા કે પછી Youtube વીડિયો લાઇક કરવાનું કહેશે. લોકોનો વિશ્વાસ જીતવા માટે ક્યારેક-ક્યારેક ઠગ તેના એકાઉન્ટમાં નાની રકમ મોકલે છે. વિશ્વાસ જીત્યા બાદ તમને એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવશે. ત્યારબાદ તમને પૈસા રોકાણ કરવાનું કહેવામાં આવશે. 

રોકાણ કર્યા બાદ યુઝર પોતાના પૈસા પરત ન કાઢી શકે. તે થવા પર તમે સમજી જશો કે તમારી સાથે ફ્રોડ થઈ ગયો છે. આવા ફ્રોડથી બચવા માટે જો તમારી પાસે વારંવાર ઈન્ટરનેશનલ કોલ આવી રહ્યાં છે તો તે નંબર બ્લોક કરી દો. આવા કોઈ કોલ પર વિશ્વાસ ન કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news