નોર્મલ LED કે Smart LED? જાણો ક્યો બલ્બ તમારા માટે રહેશે બેસ્ટ

LED Bulb Option: સામાન્ય એલઈડી બલ્બ તમારા માટે બેસ્ટ છે કે પછી સ્માર્ટ એલઈડી બલ્બ તમારા માટે બેસ્ટ છે તેનો જવાબ તમને અહીં પર મળી જશે. જાણો તમારા ઘર માટે ક્યો એલઈડી બલ્બ ખાસ છે. 
 

નોર્મલ LED કે Smart LED? જાણો ક્યો બલ્બ તમારા માટે રહેશે બેસ્ટ

નવી દિલ્હીઃ Best LED Bulb: એલઈડી બલ્બના ઘણા વિકલ્પ માર્કેટમાં હાજર છે, જેમાં સાધારણ એલઈડી બલ્બ તો છે સાથે હવે માર્કેટમાં સ્માર્ટ એલઈડી બલ્બ પણ આવી ચુક્યા છે. સ્માર્ટ એલઈડી બલ્બ તેના ફીચરને કારણે માર્કેટમાં પોપુલર થઈ રહ્યાં છે. પરંતુ આજે પણ લોકો પોતાના ઘરમાં મોટા ભાગે સાધારણ એલઈડી બલ્બનો ઉપયોગ કરે છે પરંતુ જો તમે આ બંને વચ્ચેનું અંતર જાણતા નથી અને વિચારી રહ્યાં છો કો તમારે ક્યો બલ્બ ખરીદવો જોઈએ. તો અમે તમને આ બંને બલ્બ વચ્ચેનું અંતર જણાવી રહ્યાં છીએ, ત્યારબાદ તમારા માટે ક્યો બલ્બ સારો છે તેનો ખ્યાલ આવી જશે. 

સાધારણ એલઈડી બલ્બ
સાધારણ એલઈડી બલ્બની વાત કરવામાં આવે તો તેમાં સફેદ રંગની રોશની રહે છે. તે લાઇટનો વપરાશ ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં તેમાં વાંચવા કે જરૂરી કામ કરવામાં તમને કોઈ મુશ્કેલી આવશે નહીં. સાધારણ એલઈડી બલ્બની કિંમત 50 રૂપિયાથી શરૂ થાય છે અને 200 રૂપિયા સુધી હોય છે. પરંતુ તેની સાઇઝ પ્રમાણે પણ તેની કિંમત નક્કી થતી હોય છે. તમને જણાવી દઈએ કે સાધારણ એલઈડી બલ્બ આકારમાં નાનો હોય છે પરંતુ ખુબ દમદાર રીતે પ્રકાશ આપે છે અને તમારા માટે બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. 

સ્માર્ટ એલઈડી બલ્બ
સ્માર્ટ એલઈડી બલ્બ આકારમાં સાધારણ એલઈડી બલ્બ થોડા મોટા હોય છે. જો વાત કરીએ તેની કિંમતની તો સામાન્ય એલઈડી બલ્બની તુલનામાં તેની કિંમત વધુ હોય છે. સ્માર્ટ એલઈડી બલ્બ તમને ઘણા આકારમાં મળી જાય છે અને તમે તમારી પસંદગીના આકારને પસંદ કરી શકો છો. પરંતુ સ્માર્ટ એલઈડી બલ્બની રોશની અને રંગ બંનેને બદલી શકો છો. તેની શરૂઆતી કિંમત 300થી શરૂ થાય છે અને 500 કે 1000 રૂપિયા સુધી જાય છે. ઘણીવાર સ્માર્ટ એલઈડી બલ્બ સ્પીકરની સાથે આવે છે તો તેમાં વીજળીનો ઉપયોગ વધુ થાય છે. તે ઓછા સમયમાં ખરાબ પણ થઈ શકે છે, કારણ કે તેમાં એક સાથે ઘણા ફીચર આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news