Car Mileage: આ 5 એક્સેસરીઝ લગાવશો તો કારની માઈલેજ સાવ ઘટી જશે, ન કરતાં આ ભુલ ક્યારેય
Car Mileage Tips: શું તમે જાણો છો કો કારની કેટલીક એક્સેસરીઝ એવી હોય છે જે કાર માઈલેજ સાવ ઘટાડી નાખે છે. મોટાભાગના લોકો આ વાત જાણતા નથી અને નવી કાર લીધા પછી મોટી ભુલ કરી નાખે છે.
Trending Photos
Car Mileage Tips: નવી કાર ખરીદ્યા પછી કારને આકર્ષક બનાવવા માટે અલગ-અલગ એક્સેસરીઝ લગાવવામાં આવે છે. જોકે કેટલીક એક્સેસરીઝ એવી હોય છે જે કારની માઇલેજને ઘટાડી નાખે છે. મોટાભાગના લોકો આવા જાણતા નથી. 5 એવી એકસેસરીઝ હોય છે જેને કારમાં લગાડવાથી કારની માઇલેજ ઘટી જાય છે. તેથી કારમાં આ વસ્તુઓ લગાવવાની ભૂલ ક્યારે કરવી નહીં.
લો પ્રોફાઈલ ટાયર
લો પ્રોફાઈલ ટાયર દેખાવમાં આકર્ષક લાગે છે પરંતુ તે કારની માઇલેજ ઘટાડે છે. આવા ટાયરના કારણે એન્જિન પર પ્રેશર વધે છે અને કાર ચલાવવામાં વધારે ઇંધણની જરૂર પડે છે.
લાઉડ સાયલેન્સર
ઘણા લોકો પોતાની કારનો અવાજ વધારવા માટે લાઉડ સાઇલેન્સર લગાવે છે. આ એસેસરીઝ કારના માઇલેજને અસર કરે છે. લાઉડ સાઇલેન્સર એન્જિનમાંથી નીકળતા ગેસના પ્રવાહને પ્રભાવિત કરે છે જના કારણે વધારે ઈંધણની ખપત થાય છે.
બેઝ ટ્યુબ
બેઝ ટ્યુબને કારના ઓડિયો સિસ્ટમના અવાજને વધારવા માટે લગાડવામાં આવે છે. પરંતુ આ એક્સેસરીઝ પણ કારના માઇલેજને ઘટાડી નાખે છે. બેસ્ટ ટ્યુબ ચલાવવા માટે વધારે પાવરની જરૂર પડે છે જેના કારણે ઇંધણનો વપરાશ પણ વધી જાય છે.
મોટા એલોઈ વ્હીલ
મોટા એલોઈ વ્હીલ કારને સ્પોર્ટી લુક આપે છે પરંતુ તે તમારી કારની માઇલેજ ઘટાડશે. મોટા એલોઈ વ્હીલનું વજન વધારે હોય છે જેના કારણે એન્જિનને કાર ચલાવવામાં વધારે મહેનત કરવી પડે છે. જેના કારણે ઇંધણની ખપત વધી જાય છે.
રૂફ રૈક
રૂફ રૈક કાર ઉપર સામાન રાખવામાં ઉપયોગી સાબિત થાય છે પરંતુ જ્યારે તમે આ રૈકમાં વધારે સામાન લોડ કરો છો તો કારની માઇલેજને પણ અસર થાય છે. કારનું વજન વધી જવાથી ઇન્જિનને કાર ચલાવવામાં વધારે મહેનત કરવી પડે છે.
જો તમે ઈચ્છો છો કે તમારી નવી કારની માઇલેજ સારું રહે તો પછી આ પ્રકારની એસેસરીઝ લગાવવાથી બચવું જોઈએ. આ સિવાય સમયે સમયે કારની સર્વિસિંગ કરાવી અને ટાયરમાં પ્રેશર બરાબર છે કે નહીં તે ચેક કરાવવું. કારની માઇલેજ સારી રાખવા માટે ડ્રાઇવિંગ પર પણ ખાસ ધ્યાન રાખવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે