આ ટેલિકોમ કંપનીના ગ્રાહકોને મોટો ઝટકો, અનલિમિટેડ ફ્રી કોલિંગ બંધ
BSNLએ પોતાના પ્રીપેડ ગ્રાહકોને ઝટકો આપતા અનલિમિટેડ ફ્રી કોલિંગ બંધ કરી દીધી છે. કંપનીએ પોતાના પ્લાનમાં ફેરફાર કરતા વોઇસ કોલિંગ મિનિટ્સમાં કેપિંગ કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ BSNLએ હાલમાં પોતાના પાંચ પ્રીપેડ STVsને બંધ કરી દીધા હતા. પરંતુ એકવાર ફરી સરકારી ટેલિકોમ કંપની STV 395ના રિવિઝનની સાથે ચર્ચામાં છે. આ રિવિઝનની સાથે બીએસએનએલે વોઇસ કોલિંગ લિમિટને બીજીવાર શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ટેલિકોમ કંપની 31 ઓક્ટોબર સુધી અનલિમિટેડ વોઇસ કોલિંગ બેનિફિટ ઓફર કરી રહી હતી. STV 395 મા દરરોજ બે જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 71 દિવસ છે અને લેટેસ્ટ રિવિઝન બાદ આ ફાયદા મળતા રહેશે. STV 395મા કરવામાં આવેલા ફેરફાર બધા સર્કલમાં લાગૂ થશે.
BSNL STV 395મા નવા ફેરફાર બાદ 3000 ઓન-નેટ જ્યારે 1800 ઓફ નેટ મિનિટ્સ ફ્રી ઓવર કરવામાં આવી રહી છે. આ પહેલા પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગનો ફાયદો મળતો હતો. પરંતુ ટેલિકોમ કંપનીએ દરરોજ 250 મિનિટની કેપિંગ કરી રાખી છે. ફ્રી મિનિટ્સ બાદ યૂઝર્સે 20 પૈસા પ્રતિ મિનિટ હિસાબથી ચાર્જ આપવો પડશે.
મહત્વનું છે કે વોડાફોન આઇડિયા અને એરટેલ જેવી ખાનગી કંપનીઓ કોઈ FUP લિમિટ વગર અનલિમિટેડ વોઇસ કોલિંગ ઓફર કરી રહી છે. રિલાયન્સ જીયોએ ઓફ-નેટવર્ક કોલિંગ મિનિટ્સ માટે કેપિંગ કરી છે અને 3 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વસૂલે છે.
PUBG પ્રેમીઓ માટે ખરાબ સમાચાર! કંપનીએ કરી દીધી મોટી જાહેરાત
બીએસએનએલના STV 395ની સાથે દરરોજ 2 જીબી ડેટા 71 દિવસ માટે મળે છે. નવો પ્લાન STV 395 મુંબઈ અને દિલ્હી સર્કલ સિવાય બધા ટેલિકોમ સર્કલમાં ઉપલબ્દ છે. મહત્વનું છે કે આ બંન્ને મહાનગરોમાં BSNLની જગ્યાએ MTNL પોતાની સર્વિસ પ્રોવાઇડ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે