BSNL Prepaid Plan: BSNL નો સૌથી સસ્તો પ્લાન, 91 રૂપિયામાં મળશે 2 મહિનાની વેલિડિટી સાથે અઢળક ફાયદા

BSNL Prepaid Plan: જીયો અને એરટેલ યુઝર્સના કાન ઊભા થઈ જાય તેવો જોરદાર પ્લાન BSNL ઓફર કરે છે. આ પ્લાન કંપનીનો સૌથી સસ્તો પ્લાન છે જેમાં યુઝરને 2 મહિના એટલે કે 60 દિવસની વેલિડીટી આપે છે.

BSNL Prepaid Plan: BSNL નો સૌથી સસ્તો પ્લાન, 91 રૂપિયામાં મળશે 2 મહિનાની વેલિડિટી સાથે અઢળક ફાયદા

BSNL Prepaid Plan: ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દેશની જાણીતી ટેલિકોમ કંપની છે. BSNL કંપની આજે પણ તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે લોકપ્રિય છે. BSNL દેશની એકમાત્ર સરકારી ટેલિકોમ કંપની પણ છે. BSNL ના યુઝર્સની સંખ્યા પણ કરોડોમાં છે. ભારતની પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ થોડા દિવસો પહેલા જ પોતાના રીચાર્જ પ્લાન ને મોંઘા કર્યા છે. તેવામાં BSNL એ પોતાના કરોડો યુઝર્સ માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન ઓફર કરે છે જેમાં યુઝરને ખૂબ ઓછા ખર્ચે 2 મહિનાની વેલિડીટી મળે છે. 

BSNL નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 

જો તમે BSNL ના યુઝર્સ છો તો BSNL ના અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ પ્રાઇઝના રિચાર્જ પ્લાન તમને મળશે. આ રિચાર્જ પ્લાન્ટ સસ્તા હોવાની સાથે યુઝર્સને અલગ અલગ બેનિફિટ્સ પણ આપે છે. અન્ય પ્રાઇવેટ કંપનીઓની સરખામણીમાં BSNL ના રિચાર્જ સૌથી ઓછા દરના હોય છે. અને તેમાં વેલીડીટી વધારે દિવસોની મળે છે. BSNL નો આવો જ એક સસ્તો પ્રીપેડ પ્લાન છે 91 રૂપિયાનો પ્લાન. આ પ્લાનમાં યુઝર્સને બાકી ટેલિકોમ કંપનીઓ એટલે કે જીઓ, એરટેલની સરખામણીમાં સૌથી વધુ દિવસની વેલિડીટી મળે છે. 

91 રૂપિયામાં મળશે 60 દિવસની વેલિડીટી 

BSNL કંપની યુઝર્સને 100 રૂપિયાથી પણ ઓછા એટલે કે 91 રૂપિયાના આ પ્લાનમાં 60 દિવસની એટલે કે 2 મહિનાની વેલીડીટી આપે છે. જો તમે ઓછા ખર્ચે પોતાના સીમકાર્ડને વધારે દિવસ માટે એક્ટિવ રાખવા માંગો છો તો આ પ્લાન તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પ્લાનમાં યુઝરને વેલીડીટી 2 મહિનાની મળે છે. આ સિવાય કોલિંગ અને ડેટા માટે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડે છે. જેમાં કોલિંગ માટે પ્રતિ મિનિટ 15 પૈસા, પ્રતિ SMS 25 પૈસાનો ચાર્જ આપવો પડે છે. આ સિવાય ઇન્ટરનેટ માટે યુઝરને પ્રતિ MB 1 પૈસાનો દર ચૂકવવો પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news