BGMI ભારતમાં બેન! ગેમર્સ અચાનક ચોકી ગયા, PUBGની જેમ રાતો-રાત થઈ ગાયબ
BGMI BAN: બેટલ ગ્રાઉન્ડ મોબાઇલ ઈન્ડિયાને લઈને ભારતમાં હડકંપ મચી ગયો છે. હકીકતમાં આ ગેમ હવે ગૂગલ પ્લે સ્ટોર પર જોવા મળી રહી નથી. જેના કારણે ગેમર્સ હવે નિરાશ થઈ રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકપ્રિય બેટર રોયલ ગેમ, BGMI ને કોઈ પૂર્વ સત્તાવાર સૂચના વગર ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. આ ગેમ ભારતીય ગેમર્સને નિરાશાજનક કરી શકે છે. હકીકતમાં એન્ડ્રોયડ અને આઈઓએસ યૂઝર્સ આ ગેમને ડાઉનલોડ કરી શકશે નહીં. ભારતમાં આ પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર PUBGને બેન કરી દીધી હતી, ત્યારબાદ તેની જગ્યા BGMI એ લીધી પરંતુ હવે આ ગેમને ગૂગલે હટાવી દીધી છે. ગેમર્સ હજુ તે સમજી રહ્યાં નથી કે કેમ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગેમર્સને લાગી રહ્યું છે કે પબજીની જેમ તેને પણ પ્રતિબંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે થર્ડ પાર્ટી એપીકે વેબસાઇટથી યૂઝર્સ હજુ પણ ગેમ ડાઉનલોડ કરી રહી છે. પરંતુ ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવ્યા બાદ ગેમર્સને ડર લાગી રહ્યો છે અને તે માની રહ્યાં છે કે આવનારા કેટલાક દિવસમાં તેને સંપૂર્ણ રીતે બેન કરી દેવામાં આવશે.
હજુ અહીં ગેમ થઈ રહી છે ડાઉનલોડ
Android યૂઝર્સ માટે તો હજુ આ ગેમ ડાઉનલોડ કરી શકાય છે પરંતુ જે ગેમર્સ આઈફોનનો ઉપયોગ કરે છે તે તેને ડાઇનલોડ કરી શકતા નથી. જો તમે પણ આઈફોન યૂઝર્સ છો તો તમે આ ગેમ હવે ડાઉનલોડ કરી શકશો નહીં. BGMI ને Krafton Inc કંપનીએ ઉતારી હતી, જેણે PUBG Mobile ને માર્કેટમાં રજૂ કરી હતી. તમને જણાવી દઈએ કે Krafton Inc એ પબજી બેન થયા બાદ BGMI ને માર્કેટમાં ઉતારી હતી, જેમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા હતા પરંતુ તેમાં પબજીવાળી ખાસિયતો પણ સામેલ છે અને એટલે જ આ ગેમને રિમૂવ કરવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ 50MP ત્રિપલ કેમેરા અને 5000mAh બેટરીની સાથે દમદાર સ્માર્ટફોન લોન્ચ, કિંમત માત્ર 9300 રૂપિયા
PUBG ને ચીની કંપની ટેન્સેન્ટ લાવી હતી તેથી આ સરકારે બેન કરી દીધી. પરંતુ પબજી બાદ BGMI એ ગેમર્સને પ્લેટફોર્મ આપ્યું પરંતુ હવે ગેમર્સને એકવાર ફરી મોટો ઝટકો લાગ્યો છે. કેટલાક લોકો માની રહ્યાં છે કે આ કોઈ પ્રકારની ભૂલ છે. પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે આખરે આ કેમ થયું છે. આ મામલામાં હજુ વધુ જાણકારી સામે આવી નથી. તેવી સંભાવના સૌથી વધુ છે કે સરકારી આદેશને કારણે ગેમને હટાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે