રાજસ્થાનના બાડમેરમાં સેનાનું મિગ-21 વિમાન ક્રેશ, બે પાયલટ શહીદ
મિગ ક્રેશ થયા બાદ કાટમાળમાં આગ લાગી હતી. ઘટનાસ્થળ પર તંત્રની ટીમ રવાના થઈ ગઈ છે. મિગ ક્રેશ થયા બાદ એક કિલોમીટર સુધી કાટમાળ જોવા મળ્યો હતો.
Trending Photos
બાડમેરઃ રાજસ્થાનના બાડમેરમાં વાયુ સેનાનું એક લડાકૂ વિમાન મિગ ક્રેશ થઈ ગયું છે. મિગ ક્રેશ થયા બાદ કાટમાળમાં આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળ પર તંત્રની ટીમ રવાના થઈ ગઈ છે. મિગ ક્રેશ થયા બાદ 1 કિલોમીટર સુધી કાટમાળ વિખેરાયેલો પડ્યો છે. આ વિમાન બાયતૂ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલટોના મોત થયા છે.
સરહદી બાડમેર જિલ્લામાં ગુરૂવારે રાત્રે આશરે 9 કલાકે ભારતીય વાયુસેનાનું લડાકૂ વિમાન મિગ 21 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જિલ્લા કલેક્ટર લોકબંધુ યાદવે જણાવ્યુ કે ઘટના જિલ્લાના બાયતૂ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભીમડા ગામની પાસે બની જ્યાં થોડે દૂર વિમાન ક્રેશ થયા બાદ જમીન પર પડી ગયું અને તેમાં આગ લાગી હતી.
#WATCH | Rajasthan: A MiG-21 fighter aircraft of the Indian Air Force crashed near Barmer district. Further details regarding the pilots awaited pic.twitter.com/5KfO24hZB6
— ANI (@ANI) July 28, 2022
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે વિમાનમાં બે પાયલટ સવાર હતા, જેના મૃત્યુ થઈ ગયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ તંત્રની ટીમ બચાવ કામગીરી માટે તત્કાલ રવાના થઈ હતી.
રક્ષામંત્રી રાજનાથ સિંહે લડાકૂ વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવા પર ભારતીય વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે વાત કરી છે. વાયુ સેના પ્રમુખે તેમને ઘટના વિશે વિસ્તારથી જાણકારી આપી છે.
મિગ એમઆઈ-21 બાઇસન વિમાનને ભારતીય વાયુસેનાએ 1960ના દાયકામાં સામેલ કરવાનું શરૂ કર્યું હતું. ભારતીય વાયુ સેનાએ પાછલા કેટલાક વર્ષોમાં વિવિધ દુર્ઘટનામાં ઘણા મિગ-21 વિમાન અને અન્ય વિમાન ગુમાવ્યા છે. વર્તમાનમાં ભારતીય વાયુસેનાની પાસે મિગ-21 બાઇસનના લગભગ છ સ્ક્વાડ્રન છે અને એક સ્ક્વાડ્રનમાં લગભગ 18 વિમાન હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે