Best Scooter: 30 દિવસમાં 1.30 લાખ લોકોએ ખરીદ્યું આ સ્કૂટર, કિંમત માત્ર 80 હજાર
Best Selling Scooter: બજાજ પલ્સર અને હોન્ડા યુનિકોર્ન જેવી લોકપ્રિય બાઇક્સ પણ આ 80 હજારની કિંમતના સ્કૂટર સામે હાર માની લે તેમ છે. 30 દિવસમાં 1.30 લાખ લોકોએ આ સ્કૂટર ખરીદ્યું છે. આ સ્કૂટરનું નામ હોન્ડા એક્ટિવા છે.
Trending Photos
Honda Activa Top Selling: ટુ-વ્હીલરના વેચાણના સંદર્ભમાં મોટરસાઇકલની સૌથી વધુ માંગ છે. જો કે, કેટલાક સ્કૂટર એવા પણ છે, જે સતત બાઇકને ટક્કર આપે છે. આ સેગમેન્ટમાં એક એવું સ્કૂટર છે, જેની સામે બજાજ પલ્સર અને હોન્ડા યુનિકોર્ન જેવી લોકપ્રિય બાઇક્સ પણ હાર માની લે છે. 30 દિવસમાં 1.30 લાખ લોકોએ આ સ્કૂટર ખરીદ્યું છે. આ સ્કૂટરનું નામ હોન્ડા એક્ટિવા છે.
Honda Activa ભારતમાં જૂન મહિનામાં સૌથી વધુ વેચાતું સ્કૂટર રહ્યું છે. તેણે તેના સેગમેન્ટમાં TVS Jupiter, Suzuki Access, TVS Ntorq, Ola S1 અને TVS iQube જેવા લોકપ્રિય સ્કૂટર્સ અને ઇલેક્ટ્રિક સ્કૂટર્સને હરાવ્યા છે. ગયા મહિને એટલે કે જૂન મહિનામાં 1 લાખ 30 હજારથી વધુ ગ્રાહકોએ તેને ખરીદ્યું હતું. ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ આ મોડલના વેચાણમાં પણ 29%નો ઘટાડો થયો છે. જૂન 2022માં એક્ટિવા 1.84 લાખથી વધુ ગ્રાહકોએ ખરીદ્યું હતું.
TVS Jupiter જૂન મહિનામાં 64,252 યુનિટના વેચાણ સાથે દેશમાં બીજા નંબરનું સૌથી વધુ વેચાતું સ્કૂટર હતું. તે પછી સુઝુકી એક્સેસ 39,503 યુનિટ્સ, TVS Ntorq 28,077 યુનિટ્સ, Ola S1 સિરીઝના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ 17,579 યુનિટ્સ, TVS iQube ઇલેક્ટ્રિક 14,462 યુનિટ્સ અને યામાહા રેઝર 13,441 યુનિટ્સ છે.
હોન્ડા એક્ટિવાની કિંમત:
આ સ્કૂટર બે મોડલમાં આવે છે - Activa 6G અને Activa 125. Honda Activa 6G મોડલના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 76,233 છે, DLX વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 78,734 છે અને H-Smart વેરિએન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 82,234 છે.
Honda Activa 125 Drum વેરિયન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 79,806 છે, Drum Alloy વેરિયન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ 83,474 છે, ડિસ્ક વેરિએન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ 86,979 છે અને H-Smart વેરિએન્ટની એક્સ-શોરૂમ કિંમત છે. 88,979 રૂપિયા છે.
આ પણ વાંચો:
Breaking News : અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને શિફ્ટ કરાયા
રાશિફળ 30 જુલાઈ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ધન, સંપત્તિ, કિર્તીમાં થશે વધારો
ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમ સક્રીય થશે: કઈ તારીખ સુધી મેઘો ગુજરાતમાં કરશે તાંડવ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે