Swift, Wagon R, Alto... બધાને ભૂલી જશો! 6.56 લાખની આ કારે બજારમાં મચાવી ધમાલ

Best Selling Car: મારુતિ સુઝુકી ભારતીય કાર માર્કેટમાં પોતાનો દબદબો જાળવે છે. ફેબ્રુઆરી 2023માં સૌથી વધુ વેચાતી ટોપ-4 કાર મારુતિ સુઝુકીની છે. આ બધી હેચબેક કાર છે.

Swift, Wagon R, Alto... બધાને ભૂલી જશો! 6.56 લાખની આ કારે બજારમાં મચાવી ધમાલ

Best Selling Hatchback: મારુતિ સુઝુકી ભારતીય કાર માર્કેટમાં વર્ચસ્વ ધરાવે છે. ફેબ્રુઆરી 2023માં સૌથી વધુ વેચાતી ટોપ-4 કાર મારુતિ સુઝુકીની છે. આ બધી હેચબેક કાર છે. આ વાંચીને તમે વિચારતા જ હશો કે મારુતિ અલ્ટો અથવા વેગનઆર ફેબ્રુઆરીમાં પણ સૌથી વધુ વેચાતી કાર રહી હશે, કેમ કે તે પહેલાં ઘણા મહિનાઓમાં ટોપમાં આવી ચૂકી છે. પરંતુ, ફેબ્રુઆરીમાં આવું નથી. મારુતિ સુઝુકી બલેનો ફેબ્રુઆરી 2023 મહિનામાં સૌથી વધુ વેચાતી કાર છે. અલ્ટો, વેગનઆર અને સ્વિફ્ટને પાછળ છોડી દીધી છે.

Maruti Baleno:
મારુતિ સુઝુકી બલેનોએ ફેબ્રુઆરી 2023માં 18,592 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ફેબ્રુઆરી 2022માં વેચાયેલા 12,570 યુનિટ્સ કરતાં 47.91 ટકા વધુ છે. ચાલો આપણે જાણીએ કે Maruti Baleno ની કિંમતની રેન્જ રૂ. 6.56 લાખથી રૂ. 9.83 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તે પેટ્રોલ એન્જિન તેમજ CNG કિટ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.

Maruti Swift : 
ફેબ્રુઆરી 2023માં Maruti Swift બીજા નંબર પર રહી છે. જોકે, તેના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમણે ફેબ્રુઆરી 2023માં 18,412 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ફેબ્રુઆરી 2022માં વેચાયેલા 19,202 યુનિટ કરતાં 4.11% ઓછું છે.

Maruti Alto: 
ફેબ્રુઆરી 2023માં મારુતિ સુઝુકી અલ્ટો ત્રીજા નંબરે હતી, તેણે 18,114 યુનિટ્સ વેચ્યા છે જ્યારે ફેબ્રુઆરી 2022માં 11,551 યુનિટ્સ વેચાયા હતા. તેના વેચાણમાં 56.82 ટકાનો વધારો થયો છે.

Maruti Wagon R: 
મારુતિ વેગન આર ફેબ્રુઆરી 2023માં 16,889 એકમોના વેચાણ સાથે ચોથા નંબરે રહી હતી જ્યારે ફેબ્રુઆરી 2022માં 14,669 એકમોનું વેચાણ થયું હતું. વાર્ષિક ધોરણે તેનું વેચાણ 15.13% વધ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news