Jio ના 45 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો! 3 જુલાઈથી મોંઘા થશે રિચાર્જ પ્લાન્સ, ફટાફટ ચેક કરી લો આ યાદી
Jio Users: રિલાયન્સ જિયોના યૂઝર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. કારણ કે બુધવારે કંપનીએ જણાવ્યું કે ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન્સ 15થી 25 ટકા સુધી મોંઘા થવાના છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી લાગૂ થશે.
Trending Photos
રિલાયન્સ જિયોના યૂઝર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. કારણ કે બુધવારે કંપનીએ જણાવ્યું કે ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન્સ 15થી 25 ટકા સુધી મોંઘા થવાના છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી લાગૂ થશે. અત્રે જણાવવાનું કે જિયોને પગલે હવે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પણ પોતાના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે.
17 પ્રીપેઈડ અને 2 પોસ્ટપેઈડ પ્લાનના ભાવ વધશે
જિયોએ પોતાના સૌથી સસ્તા 155 રૂપિયાવાળા પ્લાનની કિંમત હવે 189 રૂપિયા કરી દીધી છે. જે 22 ટકા વધારો છે. ચોંકાવનારી વાત એ છે કે આ વધારાની જાહેરાત જિયોએ ભારતી એરટેલ પહેલા જ કરી લીધી. રિલાયન્સ જિયોએ પોતાના 19 પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ પ્લાન્સના ભાવમાં વધારો કર્યો છે. જેમાંથી 17 પ્રીપેઈડ અને 2 પોસ્ટપેઈડ પ્લાન છે.
જિયોના 209 રૂપિયાવાળા પ્રીપેઈડ પ્લાનની કિંમત હવે 249 રૂપિયા થઈ ગઈ છે. તેની માન્યતા 28 દિવસની રહેશે. 239 રૂપિયાવાળો પ્લાન હવે 299 રૂપિયા થઈ ગયો છે. તેની પણ માન્યતા 28 દિવસ રહેશે. જ્યારે 299 રૂપિયાવાળો પ્લાન હવે મોંઘો થઈને 349 રૂપિયાનો થઈ ગયો છે. 349, 399, અને 479 રૂપિયાવાળા પ્લાનની કિંમત હવે ક્રમશ: 399 રૂપિયા, 449 રૂપિયા અને 579 રૂપિયા થઈ ગઈ છે.
Media Release - Jio Introduces New Unlimited Plans
Continues to Provide Best Value to Customers pic.twitter.com/MUng7WL4H0
— Reliance Industries Limited (@RIL_Updates) June 27, 2024
જિયોના પોસ્ટપેઈડ પ્લાન્સના ભાવ આટલા વધ્યા
જિયોએ પોસ્ટપેઈડ પ્લાન પણ મોંઘા કર્યા છે. 30જીબી ડેટા આપનારા 299 રૂપિયાના પ્લાનની કિમત હવે 349 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 75જીબી ડેટા આપતો 399 રૂપિયા પ્લાન હવે 449 રૂપિયાનો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે