મોબાઇલ યૂઝર્સને લાગશે મોટો ઝટકો, આ કંપનીએ ટેરિફ વધારવાનો લીધો નિર્ણય, અત્યારે જ કરાવી લો રિચાર્જ

સુનીલ મિત્તલે તે પણ કહ્યુ કે, કંપનીને નાના-નાના પગલા ભરવામાં વધુ ખુશી થશે. તેનાથી ગ્રાહકો પર એક સાથે ભાર પડશે નહીં. આ નાના-નાના પગલા ભરવા બીજી કંપનીઓની તુલનામાં સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 

મોબાઇલ યૂઝર્સને લાગશે મોટો ઝટકો, આ કંપનીએ ટેરિફ વધારવાનો લીધો નિર્ણય, અત્યારે જ કરાવી લો રિચાર્જ

નવી દિલ્હીઃ ભારતીય એરટેલના પ્લાન જલદી મોંઘા થઈ શકે છે. એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે આ વાતના સંકેત આપ્યા છે. મિત્તલે કહ્યુ કે 'ટેરિફ' વધારવાનો સમય આવી ગયો છે અને એરટેલ તેમ કરવાથી પાછળ હટશે નહીં. તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ નથી કે કંપની ક્યારે ટેરિફ વધારશે, તે બજાર પર નિર્ભર છે. તેમના નિવેદનની સ્પષ્ટ થાય છે કે એરટેલના પ્લાનની કિંમતમાં વધારો થઈ શકે છે. જો તમે પણ એરટેલ યૂઝર છો તો સારૂ રહેશે કે તમે કંપનીના એક વર્ષના પ્લાનનું રિચાર્જ કરાવી લો. 

સુનીલ મિત્તલે તે પણ કહ્યુ કે, કંપનીને નાના-નાના પગલા ભરવામાં વધુ ખુશી થશે. તેનાથી ગ્રાહકો પર એક સાથે ભાર પડશે નહીં. આ નાના-નાના પગલા ભરવા બીજી કંપનીઓની તુલનામાં સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેવામાં કંપની કહી શકે કે તે ટેરિફમાં વધારો કરવાથી પાછળ હટશે નહીં. આ 79 રૂપિયા અને કેટલાક પોસ્ટપેડ પ્લાનની કિંમત અથવા અન્ય પ્લાનમાં વધારા પર સુનીલ મિત્તલે જણાવ્યું હતું કે તે એ સાબિતી છે કે અમારી ધીરજ સમાપ્ત થઈ ગઈ છે અને અમે પહેલું પગલું ભર્યું છે.

આ છે એરટેલના એક વર્ષની વેલિડિટીવાળા પ્લાન
Airtel નો 1498 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

આ એરટેલનો એક વર્ષનો સૌથી સસ્તો પ્લાન છે. પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસ માટે ડેટા અને કોલિંગની સુવિધા મળશે. આમાં કુલ 24 જીબી ડેટા ઉપલબ્ધ છે, જેમાં દૈનિક મર્યાદા નથી. એટલે કે, આ ડેટાનો ઉપયોગ સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ સમયે થઈ શકે છે. પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 3600 SMS આપવામાં આવે છે. આ સિવાય, વપરાશકર્તાઓને એમેઝોન પ્રાઇમ મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સસ્ટ્રીમ એપ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યુન્સ, અનલિમિટેડ ડાઉનલોડ્સ સાથે વિંક મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન મળે છે.

Airtel નો 2498 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
એરટેલનો આ વાર્ષિક પ્લાન તે લોકો માટે છે જેમને થોડા વધારે ડેટાની જરૂર છે. પ્લાનમાં 365 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા ઉપલબ્ધ છે. એટલે કે કુલ ડેટા 730 જીબી ડેટા હશે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ સિવાય, એમેઝોન પ્રાઇમ મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સસ્ટ્રીમ એપ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન સાથે અનલિમિટેડ ડાઉનલોડ્સ ઉપલબ્ધ છે.

Airtel નો 2698 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
1 વર્ષની માન્યતા સાથે કંપનીનો આ ત્રીજો પ્રીપેડ પ્લાન છે. યોજનાની વિશેષતા એ છે કે તે ડિઝની + હોટસ્ટાર વીઆઇપીનું એક વર્ષનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. તેની બાકીની સુવિધાઓ 2498 રૂપિયાના પ્લાન જેવી જ છે. આમાં પણ, દરરોજ 2 જીબી ડેટા સાથે, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ દરરોજ આપવામાં આવે છે. આ સિવાય, એમેઝોન પ્રાઇમ મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સસ્ટ્રીમ એપ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન સાથે અનલિમિટેડ ડાઉનલોડ્સ ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news