Video: આ પૂર્વ ક્રિકેટરે તાલિબાનના પુષ્કળ ગુણગાન કર્યા, ફેન્સે બરાબર લઈ લીધો આડે હાથ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્ષ 2017માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી પરંતુ તે હંમેશા ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. આફ્રિદીના નિવેદનો અનેકવાર એટલા આકરા હોય છે કે તે નિવેદનો ક્રિકેટર માટે મુસીબત બની જાય છે. 

Video: આ પૂર્વ ક્રિકેટરે તાલિબાનના પુષ્કળ ગુણગાન કર્યા, ફેન્સે બરાબર લઈ લીધો આડે હાથ

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્ષ 2017માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી પરંતુ તે હંમેશા ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. આફ્રિદીના નિવેદનો અનેકવાર એટલા આકરા હોય છે કે તે નિવેદનો ક્રિકેટર માટે મુસીબત બની જાય છે. 

આફ્રિદીનો તાલિબાન પ્રેમ છલકાયો
શાહિદ આફ્રિદીના હ્રદયમાં તાલિબાન પ્રત્યે પ્રેમ જાગ્યો છે. તેણે ખુલ્લેઆમ તાલિબાનના વખાણ કર્યા અને તેનો દાવો છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને મનગમતું કામ કરવાની છૂટ મળશે અને ક્રિકેટને પણ ફાયદો થશે. 

— Naila Inayat (@nailainayat) August 30, 2021

તાલિબાને મહિલાઓને આપી આઝાદી
શાહિદ આફ્રિદીએ મીડિયાને કહ્યું કે તાલિબાન ખુબ જ પોઝિટિવ ફ્રેમ ઓફ માઈન્ડ સાથે આવ્યું છે. આ ચીજો આપણને પહેલા જોવા મળી નહતી, મુદ્દો એ જ છે, હવે ચીજો ખુબ પોઝિટિવિટી તરફ જઈ રહી છે. મહિલાઓને કામ કરવાની મંજૂરી, પોલિટિક્સ અને અન્ય જોબ્સ અંગે મંજૂરી. તેઓ ક્રિટિક્સને સપોર્ટ કરે છે, ક્રિકેટને સપોર્ટ કરી રહ્યા છે. મને લાગે છે કે તેઓ ક્રિકેટને ઘણું પસંદ કરે છે. 

— Yo Yo Funny Singh 🇮🇳 (@moronhumor) August 31, 2021

ફેન્સે લીધો આડે હાથ
શાહિદ આફ્રિદીના આ નિવેદન પર હંગામો મચી ગયો છે. ભારતની સાથે સાથે પાકિસ્તાનના લોકો પણ આ પૂર્વ ઓલરાઉન્ડરની ખુબ ક્લાસ લગાવી રહ્યા છે. એક યૂઝરે તો આફ્રિદીને તાલિબાનના પ્રધાનમંત્રી બનવાની સલાહ સુદ્ધા આપી દીધી. 

Taliban ‘allowing ‘ women to work

What an achievement this century https://t.co/MZUpAyJJHN

— Naveen Kapoor (@IamNaveenKapoor) August 31, 2021

— exsecular (@ExSecular) August 30, 2021

શાહિદ આફ્રિદીની ઈન્ટરનેશનલ કરિયર
શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે 398 વનડે, 99 ટી-20 મેચ અને 27 ટેસ્ટ મેચ રમી છે. તે એક વિસ્ફોટક બેટ્સમેન અને કુશળ બોલર તરીકે ખુબ લોકપ્રિય રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news