Asus ROG Phone 6 ભારતમાં થયો લોન્ચ, ડિસ્લ્પેથી માંડીને કેમેરા સુધી દરેક ફીચર છે A1! જાણો કિંમત

5 જુલાઈ 2022એ આસુસ તે પોતાના સ્માર્ટફોનની સિરીઝને લોન્ચ કરી.જાણો ASUS ROG Phone 6 અને  ASUS ROG Phone 6 pro બંને સ્માર્ટફોન વિશે

Asus ROG Phone 6 ભારતમાં થયો લોન્ચ, ડિસ્લ્પેથી માંડીને કેમેરા સુધી દરેક ફીચર છે A1! જાણો કિંમત

ASUS ROG Phone 6: જુલાઈ 2022માં લોન્ચ થનારા ફોનમાં આ ફોન પણ છે સામેલ.આ ફોન 5 જુલાઈએ થયો છે લોન્ચ. જો તમે પણ હાલના સમયમાં કોઈ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો. તો જાણો આ જોરદાર ફોનના ફિચર્સ વિશે. ડિસ્પ્લેથી લઈને કેમેરા સુધી દરેક વ્યવસ્થા છે ધાસુ .જાણો ASUS ROG Phone 6ની તમામ વિશિષ્ટતાઓ વિશે. 

લોન્ચ થઈ ASUS ROG Phone 6ની સિરીઝ
સિડ્યુલના પ્રમાણે ASUS ROG Phone 6 ભારત અને અન્ય દેશોમાં લોન્ચ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોન હાલના સમયમાં માર્કેટમાં મચાવી રહ્યો છે ધૂમ. જાણો ASUS ROG Phone 6  અને ASUS ROG Phone 6 proની વિશેષતાઓ વિશે,

ASUS ROG Phone 6માં છે અનેક ફિચર્સ
ASUS ROG Phone 6ની સિરીઝમાં બંને સ્માર્ટફોન લગભગ સરખા  જ છે. બંને ફોન Snapdragon 8+ Gen 1ની પ્રોસેસરથી કરે છે કામ. ASUS ROG Phone 6 proમાં 18GB સુધીની RAM અને 512GBનું સ્ટોરેજ હોય છે. સાથે જ 12GB RAM  અને 256GB સ્ટોરેજ વાળો ફોન તમે ખરીદી શકો છે. આ સ્માર્ટફોન 6.78 ઈંચના E5 અમોલેડ ડિસ્પ્લે, 165Hzના રિફ્રેશ રેટ અને  720Hzના ટચ સૈપલિંગ રેટની સાથે હોય છે. આમાં તમને 1200NITSની પીક બ્રાઈટનેસ અને HDR10 + સપોર્ટ પણ આપે છે. આ સ્પ્લેશ પ્રતિરોધક ફોન ગેમિંગ માટે ઉત્તમ છે અને તેમાં બે ભાગની 6000mAh બેટરી છે જે 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ઉપરાંત, 30W ચાર્જર પણ આપવામાં આવી રહ્યું છે.

Agnipath Scheme: અગ્નિવીરોની 3 હજારની ભરતીમાં 20% મહિલાઓ માટે અનામત, નૌસેનાના સહ પ્રમુખે કરી જાહેરાત
 
જાણો ફોનના કેમેરા વિશે
ASUS ROG Phone 6 Seriesના સ્માર્ટફોનને એક ત્રિપલ રીયલ કેમરાના સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં  50 MPના SONY  IMX766 પ્રાઈમરી સેન્સર છે, ત્યાં 13MP અલ્ટ્રા-વાઇડ સ્નેપર છે અને મેક્રો કેમેરા છે. આગળના ભાગમાં, આ ફોન્સમાં 13MP IMX663 સેન્સર છે જે ફ્રન્ટ કેમેરા તરીકે કામ કરે છે. આ ફોનનો પાછળનો કેમેરા સેટઅપ 24 fps પર 8K વીડિયો રેકોર્ડ કરી શકે છે.

જાણો  ASUS ROG Phone 6ની કિંમતો વિશે
ASUS ROG Phone 6ને 71,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે અને તે બ્લેક અને વ્હાઇટ એમ બે રંગોમાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, ASUS ROG ફોન 6 પ્રોની કિંમત 89,999 રૂપિયા છે અને તે માત્ર એક સફેદ રંગમાં ઉપલબ્ધ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news