એન્ડ્રોઇડ યૂઝર્સને સરકારે આપી ચેતવણી, કરી લો આ કામ બાકી હેક થઈ શકે છે ફોન!

Phone at risk: જો તમે પણ એન્ડ્રોઇડ ડિવાઇસનો ઉપયોગ કરો છો તો તમારા માટે સરકારે ચેતવણી જાહેર કરી છે. કહેવામાં આવ્યું છે કે તમારા મોબાઇલ પર ખતરો છે. તેથી સેફ રહેવા માટે આ ટિપ્સનું પાલન કરો.

એન્ડ્રોઇડ યૂઝર્સને સરકારે આપી ચેતવણી, કરી લો આ કામ બાકી હેક થઈ શકે છે ફોન!

નવી દિલ્હીઃ જો તમે પણ એન્ડ્રોઇડ યૂઝર છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. ભારત સરકારની કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એન્ડ્રોઇડમાં હાઈ સિક્યોરિટી રિસ્ક વિશે ચેતવણી જાહેર કરી છે. ટીમ આ વાત પર ભાર આપતા જણાવ્યું કે તેના હેકરને સંવેદનશીલ જાણકારી હાસિલ કરવા અને યૂઝર્સને ફોન પર ઈચ્છિત કોડ ફિટ કરવાની મંજૂરી આપવાની ક્ષમતા મળી જાય છે. 

સામે આવ્યું કે આ ખામીઓ એન્ડ્રોઇડ વર્ઝન 11, 12, 13 અને 14 માં જોવા મળી છે. તેનો અર્થ છે કે ભલે તમારી પાસે લેટેસ્ટ એન્ડ્યોડ વર્ઝન હોય, પરંતુ તમે પણ જોખમોથી મુક્ત નથી. 

સીઈઆરટી-ઈન (CERT-In)નું કહેવું છે કે ફ્રેમવર્ક, સિસ્ટમ, આર્મ કમ્પોનેન્ટ અને મીડિયાટેક કમ્પોનેન્ટ, UniSoc કમ્પોનેન્ટ, ક્વાલકોમ કમ્પોનેન્ટ અને ક્વાલકોમ ક્લોઝ-સોર્સ કમ્પોનેન્ટની અંદર ઘણી ખામીઓ હાજર છે. 

કઈ રીતે સેફ રાખશો ડિવાઇસ?
પોતાની ડિવાઇસને સેફ રાખવા માટે, તમારે આ બધી સમસ્યાઓના સમાધાન માટે એન્ડ્રોઇડ ‘2024-02-05 કે ત્યારબાદના સિક્યોરિટી પેચ લેવલની જરૂરીયાત પડશે. તેથી જ્યારે તમારા ડિવાઇસનું OEM અપડેટ જારી કરે છે તો બસ લેટેસ્ટ ઉપલબ્ધ અપડેટ ડાઉનલોડ કરી લો.

CERT-In એ  ખામીોના કોડને લિસ્ટ કર્યું છે. આવો જાણીએ તે કયાં છે. CVE-2023-32841, CVE-2023-32842, CVE-2023-32843, CVE-2023-33046, CVE-2023-33049, CVE-2023-33057, CVE-2023-33058, CVE-2023-33060, CVE-2023-33072, CVE-2023-33076, CVE-2023-40093, CVE-2023-40122, CVE-2023-43513, CVE-2023-43516, CVE-2023-43518, CVE-2023-43519, CVE-2023-43520, CVE-2023-43522, CVE-2023-43523,CVE-2023-43533, CVE-2023-43534, CVE-2023-43536, CVE-2023-49667, CVE-2023-49668, CVE-2023-5091, CVE-2023-5249, CVE-2023-5643, CVE-2024-0014, CVE-2024-0029, CVE-2024-0030, CVE-2024-0031, CVE-2024-0032, CVE-2024-0033, CVE-2024-0034, CVE-2024-0035, CVE-2024-0036, CVE-2024-0037, CVE-2024-0038, CVE-2024-0040, CVE-2024-0041, CVE-2024-20003, CVE-2024-20006, CVE-2024-20007, CVE-2024-20009, CVE-2024-20010, CVE-2024-20011.

એડિશનલ સેફ્ટી પણ છે જરૂરી
આ સિવાય તે પણ કહેવામાં આવ્યું છે કે સેફ રહેવા માટે એડિશનલ સિક્યોરિટીને સલાહ આપવામાં આવે છે, કે તમારા ફોનમાં ટૂ-ફેક્ટર ઓર્થેન્ટિકેશન એક્ટિવેટ કરી લેવું જોઈએ. સાથે મુશ્કેલ પાસવર્ડનો ઉપયોગ કરો, જેથી ફોન સિક્યોર રહે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news