iPhone 15 નું આ ખાસમખાસ ફીચર સ્પેસ એજન્સી ISRO એ બનાવ્યું છે, જાણીને ગર્વથી છાતી પહોળી થઈ જશે
iPhone 15 ISRO Connection: Apple એ ભારતીય સ્પેસ એજન્સી ઈસરો દ્વારા વિક્સિત NavIC સહિત અનેક ફીચર્સ સાથે આઈફોન 15 પ્રો અને 15 પ્રો મેક્સને લોન્ચ કરી દીધા છે. પરંતુ મોટાભાગના લોકો હજુ પણ આ વાતથી અજાણ છે.
Trending Photos
iPhone 15 Connection: Apple એ મંગળવારે નવા હાઈ એન્ડ iPhones: iPhone 15 Pro અને 15 Pro Max ને લોન્ચ કર્યા છે. તેમાં સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમની જગ્યાએ ટાઈટેનિયમનો ઉપયોગ થયો છે. તેનાથી ફોન ઘણો દમદાર અને હળવો પણ થઈ જાય છે. જોવામાં પણ ખુબ સ્ટાઈલિશ લાગે છે. તેના ડિસ્પ્લેની સાઈઝ ક્રમશ 6.1 અને 6.7 ઈંચ છે.
iPhone 15 સિરીઝના સ્પેસિફિકેશન પર જો નજર ફેરવીએ તો તેમાં તમને પ્રિસિઝન ડ્યુઅલ-ફ્રીક્વન્સી GPS (GPS, GLONASS, ગેલિલિયો, QZSS, BeiDou અને NavIC) ડિજિટલ કમ્પાસ વાઈ ફાઈ સેલ્યુલર અને iBeacon માઈક્રો લોકેશન મળે છે. તેમાં NavIC ને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) દ્વારા વિક્સિત કરાયું છે.
શું છે આ NavIC?
દેશની પોઝિશન, નેવિગેશન, અને ટાઈમની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઈસરોએ એક ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ પ્રણાલી સ્થાપિત કરી છે જેને નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન (NavIC) કહે છે. NavIC ને પહેલા ભારતીય ક્ષેત્રીય નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS) તરીકે ઓળખવામાં આવતું હતું. NavIC ને 7 ઉપગ્રહોના એક સમૂહ અને 24 x 7 સંચાલિત કરનારા ગ્રાઉન્ડ સ્ટેશનોના એક નેટવર્કની સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
iPhone Pro મોડલ્સમાં શું છે ખાસિયત
Apple iPhone 15 Pro માં પાછળની બાજુ ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં 48- મેગાપિક્સલ(f/1.78) પ્રાઈમરી કેમેરા છે. એક 12-મેગાપિક્સલ(f/2.2, અલ્ટ્રા વાઈડ એંગલ) કેમેરા અને એક 12 મેગાપિક્સલ (f/1.78) કેમેરા આપવામાં આવ્યો છે, સેલ્ફી માટે તેમાં સિંગલ ફ્રન્ટ કેમેરા સેટઅપ છે, જેમાં f/1.9 અપર્ચરવાળો 12 મેગાપિક્સલ સેન્સર છે.
Apple iPhone 15 Pro 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ 6.10- ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવે છે. Apple iPhone 15 Pro એક્સા કોર Apple A17 Pro પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તે 8જીબી રેમ સાથે આવે છે. Apple iPhone 15 Pro વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Apple iPhone 15 Pro iOS 17 પર આધારિત છે અને તેમાં 128GB, 256GB, 512GB, 1TB ઈનબિલ્ટ સ્ટોરેજ છે.
Apple iPhone 15 Pro એક ડ્યુલ સિમ(GSM અને GSM) મોબાઈલ છે. જે નેનો સિમ અને નેનો સિમ કાર્ડ સ્વીકારે છે. Apple iPhone 15 Pro નું માપ 146.60 x 70.60 x 8.25 મિમી અને વજન 187 ગ્રામ છે. તે બ્લેક ટાઈટેનિયમ, બ્લૂ ટાઈટેનિયમ, નેચરલ ટાઈટેનિયમ અને વ્હાઈટ ટાઈટેનિયમ રંગોમાં લોન્ચ કરાયા હતા. તેમાં ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP68 રેટિંગ અપાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે