પાઈલટે કહ્યું મારી શિફ્ટ પુરી થઈ ગઈ છે, અમદાવાદ એરપોર્ટ પર પડી રહ્યું પેસેન્જર ભરેલું પ્લેન

Duty is Over: અમદાવાદ એરપોર્ટ પર તાજેતરમાં બનેલી એક ઘટનાને પગલે ભારે ઓહાપોહ મચ્યો છે. પ્લેનના પાઈલટે કહ્યું પેસેન્જરોને કહીં દીધું કે મારી ડ્યુટી તો પુરી થઈ ગઈ છે, મારી શીફ્ટ ખતમ થઈ ગઈ છે, હું અત્યારે પ્લેન લઈને નહીં જાઉં.

પાઈલટે કહ્યું મારી શિફ્ટ પુરી થઈ ગઈ છે, અમદાવાદ એરપોર્ટ પર પડી રહ્યું પેસેન્જર ભરેલું પ્લેન

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ એરલાઇન્સના પાઇલટો દ્વારા ડ્યુટીના સમયને લઇને સર્જાતા વિવાદ સમયાંતરે સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક બનાવ અમદાવાદના અરપોર્ટ બન્યો હોવાની માહિતી સામે આવી છે. જેમાં એર ઈન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટ 12 સપ્ટેમ્બર મંગળવારે રાત્રે 9.50એ ટેકઓફ થવાની હતી. 170 પેસેન્જર સાંજે 7 વાગ્યાથી એરપોર્ટ પહોંચી ગયા હતા અને સિક્યુરિટી ચેકિંગની પ્રક્રિયા પૂરી કરી ટર્મિનલમાં બેઠા હતા. ફ્લાઈટ 30 મિનિટ મોડી આવ્યા પછી કેપ્ટને કહ્યું કે, સોરી મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે, હું અત્યારે પ્લેન લઈને નહીં જાઉં.

પાઈલટે શીફ્ટ પુરી થઈ ગઈ હોવાનું કહીને ઘસીને ના પ્લેન લઈને જવાની ના પાડી દેતા અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ ટેકઓફ કરવાનો ઈન્કાર કર્યો હતો. જેથી રોષે ભરાયેલા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. આ ફ્લાઈટમાં સ્ટુન્ડટ વિઝા પર જનારા વિદ્યાર્થીઓ સહિત અમેરિકા, કેનેડાના ઈન્ટરનેશનલ કનેક્ટિંગવાળા પેસેન્જર હતા જેઓ રઝળી પડ્યા હતા. જેના કારણે પેસેન્જરોએ એરલાઇનના સ્ટાફને બીજી વ્યવસ્થા કરવા કહ્યું હતું. પરંતુ એરલાઈન પાસે અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી ડોમેસ્ટિક અને કેટલાક ઈન્ટરનેશનલ કનેક્ટિંગવાળા 40 પેસેન્જરોને હોટેલમાં સ્ટે અપાયો હતો. બાકીના 130 પેસેન્જર ઘરે પાછા ગયા હતા. 

હોટેલમાં રોકાયેલા 40 પેસેન્જરોને ગુરુવારે સવારે બીજી ફ્લાઈટમાં દિલ્હી મોકલાયા હતા. બાકીના અન્ય પેસેન્જરોને જુદી જુદી કનેક્ટિંગ ફ્લાઈટમાં વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. નોંધનીય છેકે દેશના વિવિધ એરપોર્ટ પર છાસવારે આ પ્રકારના બનાવો સામે આવતા રહે છે, જેમાં પાઇલટ અથવા તો ક્રુ મેમ્બર દ્વારા થાકી ગયા હોવાના અથવા તો નોકરીના કલાકો પુર્ણ થઇ ગયા હોવાથી ફ્લાઇટ ટેકઓફ નહી થાય એ મુજબના કારણો આગળ ધરી મુસાફરોને હેરાન કરાતા હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news