Apple લાવી રહ્યો છે અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone! ડિઝાઈન જોઈ ખુશીથી ડાન્સ કરવા લાગશે ફેન્સ

એપલ હવે એક પાતળા વર્ઝનવાળા આઈફોન પર કામ કરી રહ્યું છે, જેણે 2025 સુધી લોન્ચ કરી શકે છે. સંભવિત પાતળા વર્ઝનની કિંમત એપલના આઈફોન પ્રો મેક્સથી વધારે હોઈ શકે છે અને તેણે સપ્ટેમ્બર 2025માં આઈફોન 17ની સાથે લોન્ચ થાય તેવી આશા છે. તેનો કોડનેમ D23 આપવામાં આવ્યું છે.

Apple લાવી રહ્યો છે અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone! ડિઝાઈન જોઈ ખુશીથી ડાન્સ કરવા લાગશે ફેન્સ

Apple દર વર્ષે કંઈક નવું કરવાની કોશિશ કરે છે. હવે ફરી ખબર મળી રહી છે કે એપલ આગામી વર્ષ એટલે કે 2025માં અત્યાર સુધીનો સૌથી પાતળો આઈફોન લાવનાર છે. ધ રોયટર્સે ધ ઈન્ફોર્મશનનો હવાલો આપીને જણાવ્યું છે કે એપલ હવે પાતળા વર્ઝનવાળા આઈફોન પર કામ કરી રહ્યું છે, જેણે 2025 સુધી લોન્ચ કરી શકે છે. સંભવિત પાતળા વર્ઝનની કિંમત એપલના આઈફોન પ્રો મેક્સથી વધારે હોઈ શકે છે અને તેણે સપ્ટેમ્બર 2025માં આઈફોન 17ની સાથે લોન્ચ કરે એવી આશા છે. તેનો કોડનેમ D23 આપવામાં આવ્યું છે.

ચાલી રહી છે ડિઝાઈન ટેસ્ટિંગ
કેલિફોર્નિયાના કુપર્ટિનો સ્થિત કંપની અત્યારે પણ 'D23' કોડનેમવાળા ડિવાઈસ માટે અલગ અલગ ડિઝાઈનનું પરીક્ષણ કરી રહી છે. તેમાં એપલના લેટેસ્ટ જનરેશન પ્રોસેસર, જેનું નામ કદાચ A19 હશે, જે લગાવવામાં આવી શકે છે.

કેવું હશે ડ્યૂરેબિલિટી?
આ ફોન પાતળો હોવાથી તેને તૂટે નહીં તે માટે તેને મજબૂત ફ્રેમની જરૂર પડશે. એવા અહેવાલો છે કે Apple યોગ્ય સંતુલન અને વજન મેળવવા માટે ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમના મિશ્રણનો ઉપયોગ કરી શકે છે.

શું હશે પડકારો?
સૌથી મોટો પડકાર કેમેરા અને બેટરી હોઈ શકે છે. ફોનને ખૂબ પાતળો બનાવવાનો પ્રયાસ કરવાથી બેટરીની આવરદા અને કેમેરાની ક્ષમતા ઘટી શકે છે. એવા અહેવાલો છે કે iPhone સ્લિમ તેના પાતળા હોવાને કારણે ફક્ત એક જ પાછળનો કેમેરો હોઈ શકે છે. જો કે અત્યાર સુધી બેટરી લાઇફ વિશે કંઇ કહેવામાં આવ્યું નથી, પરંતુ પાતળો ફોન એટલે કે બેટરી પણ પાતળી હશે, જેના કારણે બેટરી લાઇફ ટૂંકી હશે. એપલ હંમેશા પડકારોને પાર કરતી જોવા મળી છે. કદાચ એપલ અહીં પણ ઉકેલ શોધી કાઢશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news