ઓક્ટોબરમાં લોન્ચ થશે નવો Apple iPhone-12, આટલી મોટી હશે સ્ક્રીન સાઇઝ
અમેરિકાની દિગ્ગજ સ્માર્ટફોન કંપની એપ્પલની યોજના પોતાના એલટીઇ આઇફોન-12 મોડલને ઓક્ટોબરમાં લોન્ચ કરવાની છે, જ્યારે તેના 5જી મોડલને નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.
Trending Photos
સૈન ફ્રાંસિસ્કો: અમેરિકાની દિગ્ગજ સ્માર્ટફોન કંપની એપ્પલની યોજના પોતાના એલટીઇ આઇફોન-12 મોડલને ઓક્ટોબરમાં લોન્ચ કરવાની છે, જ્યારે તેના 5જી મોડલને નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના લીધે પ્રોડેક્શનમાં આવેલા ઘટાડાથી કંપનીએ નવા આઇફોનને લોન્ચ કરવાની તારીખ આગામી મહિના સુધી વધારવામાં આવી છે. સામાન્ય રીતે એપ્પલ દર વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની નવી પ્રોડક્ટને લોન્ચ કરી શકે છે.
જાપાની સાઇટ મેક ઓટાકોરાની એક નવી રિપોર્ટમાં ચીની આપૂર્તિ ચેનના સ્ત્રોતોનો હવાલો આપતાં દાવો કર્યો છે કે ચાલી રહેલા કોવિડ-19 મહામારીના લીધે સપ્ટેમ્બરમાં આઇફોન-12ને લોન્ચ કરવાની યોજના સ્થગિત કરવામાં આવી છે. પોતાના આઇફોન-12 સીરીઝ હેઠળ એપ્પલની યોજના ચાર નવા આઇફોનને લોન્ચ કરવાની છે, જેમાં બે પ્રીમિયમ વેરિએન્ટમાં સામેલ છે.
આઇફોન-12 પ્રો 6.1 અથવા 6.7 ઇંચ સાઇઝનો હશે અને તેમાં એક હાઇ રિફ્રેહ્સ-રેટની સાથે 120 હર્ટ્ઝ પ્રોમોશન ડિસ્પ્લે થવાની સંભાવના છે, જેમ કે હાલમાં આઇપેડ પ્રોમાં જોવા મળ્યું છે.
ડિવાઇસમાં રિયસ કેમેરા મોડ્યૂલનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં એક લીડર સ્કેનરની સાથે ચાર સેંસર લાગેલા હશે. જેને તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા આઇપેડ પ્રોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આઇફોનના આ તમામ મોડલમાં ઓએલઇડી ડિસ્પ્લે સાથે 5જી સપોર્ટની આશા વ્યક્ત કરવામાં આવી છે, જેમ કે એપ્પલની વિશ્લેષણ મિંગ-ચી કુયો દ્વારા પહેલાં દાવો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે