Could News

LOCK DOWN: આર્થિક સંકટમાં બ્રિટનની મસ્જીદો, હંમેશા માટે થઇ શકે છે બંધ
કોરોના મહામારી ( Corona Virus) ને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વનાં તમામ દેશોમાં લોકડાઉન જેવા કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ચુકી છે. એવામાં પ્રોફેશનલ લોકોની સાથે સાથે ધાર્મિક સંસ્થાઓના ભવિષ્ય પર પણ ખતરો આવી રહ્યો છે. બ્રિટન (UK) ની મુસ્લિમ કાઉન્સિલના મહાસચિવ હારુન ખાનનું કહેવું છે કે, જો ઝડપથી સ્થિતી નહી સુધરે તો દેશની તમામ મસ્જિદો હંમેશા માટે બંધ કરવાની સ્થિતી પણ આવી શકે છે. એક ઇન્ટરવ્યું દરમિયાન તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, મસ્જિદોને ઘણુ નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગની મસ્જિદો ચેરિટેબલ સંસ્થાઓ સ્વરૂપે સંચાલિત થાય છે. આ સંસ્થાઓ મોટે ભાગે દાન પર જ નભતી હોય છે. દાન ઘટી જવાનાં કારણે આ સંસ્થાઓ પર પણ હાલ સવાલ ઉભો થયો છે. 
Apr 24,2020, 19:06 PM IST

Trending news