આવી ગયું Android 12, જાણો કયા સ્માર્ટફોન્સમાં મળશે એન્ડ્રોઈડ 12ની અપડેટ

Android 12ની અપડેટ હવે ધીરે ધીરે સ્માર્ટફોન્સમાં મળવા લાગી છે. અમે આપને તે સ્માર્ટફોન્સ વિશે જણાવીશું જેમાં તમે Android 12 ઈન્સ્ટોલ કરી શક્શો.

આવી ગયું Android 12, જાણો કયા સ્માર્ટફોન્સમાં મળશે એન્ડ્રોઈડ 12ની અપડેટ

નવી દિલ્હી: Android 12 તો પહેલા જ આવી ગયું છે, જો કે તેનું અપડેટ હજુ સુધી અનેક સ્માર્ટફોન્સમાં મળ્યું ન હતું. ગૂગલનું એન્ડ્રોઈડ છે અને ગૂગલના પિક્સલ સ્માર્ટફોન્સ પણ છે, તે માટે નવા પિક્સલમાં Android 12ની અપડેટ મળી રહી છે.

સેમસંગે પણ એલાન કર્યું છે કે કંઈ ડિવાઈસમાં હવે Android 12 બેઝ્ડ OneUI 4 મળશે. સેમસંગ મુજબ Galaxy S21 સિરીઝમાં Android 12 બેઝ્ડ OneUI 4 અપડેટ મળવાનું શરૂ કરી દીધું છે. Galaxy S21 સિરીઝ બાદ Galaxy Fold અને Galaxy Flip સિરીઝમાં પણ Android 12ની અપડેટ મળશે.

આ તો થઈ " target="_blank"> ફાઈનલ અપડેટની વાત. જો કે અનેક બીજા ફોન્સ પણ છે જેમાં તમે Android 12ની બીટા અપડેટ પણ ડાઉનલોડ કરી શકો છો. આમાં એસસ, ઓપો અને વન પ્લસ સ્માર્ટફોન સામેલ છે.

OnePlus 9, OnePlus 9 Pro માટે Android 12નું બીટા વર્ઝન આવી ચુક્યું છે. તેજ રીતે Oppo Find X3 Pro, Find X2, Find X2 Proમાં પણ Android 12નું બીટા વર્ઝન આવી ચુક્યું છે. Asus Zenfone 8 અને સેમસંગના Z Fold 3, Z Flip 3, Galaxy Note 20 અને Galaxy Note 20 Ultraમાં પણ Android 12નું બીટા વર્ઝન ડાઉનલોડ કરી શકાશે.

OnePlusએ પોતાના તે સ્માર્ટફોનની લીસ્ટ પણ જાહેર કરી છે જેમાં Android 12 આપવામાં આવશે. જો કે તે નથી જણાવ્યું કે ક્યારે આ અપડેટ આપવામાં આવશે. આ સ્માર્ટફોન્સમાં OnePlus 9R, OnePlus 8 Series, OnePlus 7 Series, OnePlus Nord, OnePlus Nord 2, OnePlus Nord CE સામેલ છે.

આ વખતે એવું થયું થે કે સૌથી પહેલા સેમસંગે પોતાના ફ્લેગશિપ માટે Android 12ની અપડેટ આપવાનું શરૂ કર્યું છે. જો કે ફ્લેગશિપ ડિવાઈસ સિવાય અન્ય સ્માર્ટફોન્સમાં Android 12 ક્યારે આપવામાં આવશે તે જણાવ્યું નથી.

Galaxy S20, S20+, S20 Ultra, S20 FE, Note20, Note20 Ultra, S10, S10e, S10+, S10 5G, Note10, Note 10+, Galaxy Fold, Z Fold3, Z Flip3, Z Fold2, Z Flip, Z Fold2, Z Flip, Z Flip 5G, Galaxy A82 5G, A72, A52, A52 5G, A52s 5G, A42 5G, and Galaxy Tab S7 અને Tab S7+. સેમસંગની આ ડિવાઈસમાં Android 12 મળી શક્શે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news