એરટેલ-જીયો અને વોડાફોનનો એક વર્ષ ચાલનારો પ્લાન, અનલિમિટેડ ડેટા અને કોલિંગનો ફાયદો

ટેકિફમાં વધારા બાદ લાંબા સમયગાળા વાળા પ્લાન હજુ પણ ઉપલબ્ધ છે, તે પહેલાની તુલનામાં એક અલગ કિંમતની સાથે. જો તમે ટેરિફમાં વધારા બાદ લાંબા સમયગાળાના પ્રીપેડ પ્લાનની સાથે રિચાર્જ કરાવવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે એરટેલ, રિલાયન્સ જીયો અને વોડાફોન-આઇડિયાના શાનદાર વિકલ્પ ઉપલબ્ધ છે. 

એરટેલ-જીયો અને વોડાફોનનો એક વર્ષ ચાલનારો પ્લાન, અનલિમિટેડ ડેટા અને કોલિંગનો ફાયદો

નવી દિલ્હીઃ ટેકિફમાં વધારા બાદ લાંબા સમયગાળા વાળા પ્લાન હજુ પણ ઉપલબ્ધ છે, તે પહેલાની તુલનામાં એક અલગ કિંમતની સાથે. જો તમે ટેરિફમાં વધારા બાદ લાંબા સમયગાળાના પ્રીપેડ પ્લાનની સાથે રિચાર્જ કરાવવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે એરટેલ, રિલાયન્સ જીયો અને વોડાફોન-આઇડિયાના શાનદાર વિકલ્પ ઉપલબ્ધ છે. નીચે જુઓ પ્લાનની સંપૂર્ણ વિગત...

એરટેલનો લોન્ગ-ટર્મ પ્રીપેડ પ્લાન
એરટેલ યૂઝર્સને 2999 રૂપિયાના લોન્ગ-ટર્મ પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે અને અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 એસએમએસની સાથે દરરોજ 2જીબી ડેટા પ્રદાન કરે છે. તેમાં એડિશનલ બેનિફિટ્સ પણ સામેલ છે, જેમ કે એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલનું ત્રણ મહિનાનું સબ્સક્રિપ્શન, શો એકેડમી, ફાસ્ટેગ, હેલોટ્યૂન્સ અને વિંક મ્યૂઝિક. FUP ડેટા લિમિટ ખતમ થયા બાદ ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જશે. આ સિવાય 100 એસએમએસ દરરોજ વાપર્યા બાદ લોકલ એસએમએસ માટે 1 રૂપિયાનો ચાર્જ લાગશે. 

રિલાયન્સ જીયો લોન્ગ-ટર્મ પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીયો તે જ 2GB ડેલી ડેટા પ્રીપેડ પ્લાન રજૂ કરે છે જે એરટેલ પ્રદાન કરે છે, પરંતુ કિંમત 120 રૂપિયા ઓછી છે. જીયોના 2897 રૂપિયાના પ્લાનમાં અનલિમિડેટ કોલિંગ, 100 એસએમએસ અને દરરોજ 2જીબી ડેટા મળે છે. પ્લાનની સાથે કુલ 730 જીબી ડેટા મળે છે. આ સાથે ગ્રાહકોને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. તેની વેલિડિટી 365 દિવસની છે. 

વોડાફોન-આઈડિયા લોન્ગ-ટર્મ પ્રીપેડ પ્લાન
લગભગ તે કિંમત માટે વોડાફોન-આઈડિયા એક પ્રીપેડ પ્લાન રજૂ કરે છે જે યૂઝર્સને એરટેલ અને જીયોની તુલનામાં ઓછો ડેટા આપે છે. વોડાફોન-આઈડિયાના 2899 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 1.5જીબી ડેટા મળે છે. યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 એસએમએસ મળે છે. આ પ્લાન પણ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સિવાય ગ્રાહકોને બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર, વીઆઈ મૂવીઝ અને ટીવી ક્લાસિકનું ફ્રી એક્સેસ પણ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news