Airtel ની સસ્તી કિંમતમાં જોરદાર ઓફર, એક વર્ષ સુધી ડિઝ્ની+હોટસ્ટાર ફ્રી, દરરોજ 2GB ડેટા

એરટેલ 500 રૂપિયાથી ઓછી કિંમતમાં દરરોજ બે જીબી ડેટાવાળા શાનદાર પ્લાનની ઓફર કરી રહ્યું છે. તેમાં યૂઝર્સને હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. 

Airtel ની સસ્તી કિંમતમાં જોરદાર ઓફર, એક વર્ષ સુધી ડિઝ્ની+હોટસ્ટાર ફ્રી, દરરોજ 2GB ડેટા

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની એરટેલ યૂઝર્સને જબરદસ્ત પ્રીપેડ પ્લાન્સ ઓફર કરી રહી છે. કંપનીના પોર્ટફોલિયોમાં દરેક કેટેગરીના પ્લાન સામેલ છે. તેવામાં જો તમે એરટેલ યૂઝર છો અને તમારા માટે દરરોજ 2જીબી ડેટાવાળો પ્લાન શોધી રહ્યાં છો તો કંપનીની પાસે કેટલાક શાનદાર વિકલ્પ હાજર છે. 500 રૂપિયાથી ઓછી કિંમતમાં આવનાર આ પ્લાન્સમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2જીબી ડેટાની સાથે એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર અને પ્રાઇમ વીડિયોનું પણ ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવશે. આવો જાણીએ આ પ્લાનની વિગત..

એરટેલનો 499 રૂપિયાવાળો પ્લાન
એરટેલનો આ પ્લાન 28 દિવસ સુધી ચાલે છે. તેમાં દરરોજ 2જીબી ઈન્ટરનેટ આપવામાં આવશે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 ફ્રી એસએમએસની સાથે દેશભરમાં ફ્રી કોલિંગની સુવિધા મળશે. કંપનીનો આ પ્લાન ઘણા શાનદાર એડિશનલ બેનિફિટ્સની સાથે આવે છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આ સિવાય પ્લાનમાં ગ્રાહકોને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. 

એરટેલનો 359 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
28 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં તમને દરરોજ ઈન્ટરનેટ યૂઝ કરવા બે જીબી ડેટા મળશે. પ્લાનમાં કંપની અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગ ઓફર કરી રહી છે. દરરોજ 100 એસએમએસ ફ્રી સાથે આવતા આ પ્લાનમાં કંપની પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનનનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. આ સિવાય પ્લાનમાં તમને એરટેલ એક્સટ્રિમનું મોબાઇલ પેક અને વિંક મ્યૂઝિકનું પણ એક્સેસ મળે છે. 

એરટેલનો 319 રૂપિયાવાળો પ્લાન
કંપનીનો આ પ્લાન એક મહિનાની વેલિડિટી સાથે આવે છે. તેમાં તમને અનલિમિટેડ કોલિંગ પણ મળશે. તો ઈન્ટરનેટ માટે કંપની દરરોજ 2 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાનના સબ્સક્રાઇઝર્સને કંપની વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news