Airtel એ યૂઝર્સને આપ્યો 440V નો જબરદસ્ત ઝટકો!, Plans ના ભાવ વધાર્યા, રિચાર્જ કરાવતા પહેલા એક નજર ફેરવી લો
એરટેલે પ્રીપેડ પ્લાન્સ માટે ટેરિફ વધારાની જાહેરાત કરી છે. હાલના ટેરિફ વધારાથી એરટેલને 200 રૂપિયાના એવરેજ રેવન્યૂ પર યૂઝર (ARPU) ના નિશાન સુધી પહોંચવાના પોતાના સપનાને સાકાર કરવામાં મદદ મળશે.
Trending Photos
નવી દિલ્હી: એરટેલે પ્રીપેડ પ્લાન્સ માટે ટેરિફ વધારાની જાહેરાત કરી છે. હાલના ટેરિફ વધારાથી એરટેલને 200 રૂપિયાના એવરેજ રેવન્યૂ પર યૂઝર (ARPU) ના નિશાન સુધી પહોંચવાના પોતાના સપનાને સાકાર કરવામાં મદદ મળશે. એરટેલે વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જિયો કરતા ટેરિફમાં વધારો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે એરટેલના આ વધારા બાદ વોડાફોન-આઈડિયા પણ આ પગલું ભરે છે કે નહીં.
79 રૂપિયાવાળો પ્લાન થયો 99 રૂપિયાનો
બેસ પ્લાન જે 79 રૂપિયાનો આવતો હતો તે હવે 99 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એરટેલ તરફથી કરાયેલી જાહેરાત પ્રમાણેના નવા ટેરિફ દરો 26 નવેમ્બરથી લાગૂ થશે. બેસ પ્લાનની સાથે સાથે એરટેલે યૂઝર્સ માટે બેનિફિટ્સ પણ વધાર્યા છે. 99 રૂપિયાના પ્લાનમાં 99 રૂપિયાનો ટોકટાઈમ અને 200 એમબી ડેટા સામેલ હશે.
ડેટા વાઉચરની પણ કિંમત વધારી
149 રૂપિયાના પ્લાનને 179 રૂપિયા સુધી વધારવામાં આવ્યો છે. Airtel નો સૌથી લોકપ્રિય પ્લાન 598 રૂપિયાવાળો પ્લાન હવે 719 રૂપિયામાં ઉપલબ્ધ છે. ડેટા વાઉચરની કિંમતમાં પણ વધારો કરાયો છે. 48 રૂપિયા, 98 રૂપિયા અને 251 રૂપિયાના વાઉચર હવે 58 રૂપિયા, 118 રૂપિયા અને 301 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તમામ યોજનાઓના લાભ યથાવત રહેશે પરંતુ હવે તે મોંઘા ભાવ પર ઉપલબ્ધ થશે.
Vi પણ પ્લાનની કિંમત વધારવા પર કરે છે વિચાર
વોડાફોન-આઈડિયા પણ હવે એરટેલની જેમ ટેરિફ વધારવા પર વિચાર કરે છે. રિયાયન્સ જિયો આમ કરશે કે નહીં તે અત્યારે કહી શકાય નહીં. કારણ કે Jio ગ્રાહક બજાર ભાગીદારી વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. નવા ટેરિફ 26 નવેમ્બરથી લાગૂ થશે. આથી યૂઝર્સ પાસે 4 દિવસનો સમય છે. જેથી કરીને તેઓ ટેરિફ વધારા અગાઉ પોતાના મનપસંદ પ્લાન્સ સાથે રિચાર્જ કરાવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે