રોજ કેટલા કલાક ચલાવવું જોઈએ Cooler? આખા દિવસ ચલાવનારા પર આવશે આ આફત

Cooler Tips: જો તમારું કુલર આખો દિવસ ચાલે છે, તો તમારે સૌથીપહેલા તેના વિશે જાણી લેવું જોઈએ કે ક્યાંક એ તમને નુકસાન તો નથી કરી રહ્યું ને 

રોજ કેટલા કલાક ચલાવવું જોઈએ Cooler? આખા દિવસ ચલાવનારા પર આવશે આ આફત

Cooler Tips: કેટલાક લોકો ગરમીના દિવસોમાં આખો દિવસ કૂલરનો ઉપયોગ કરે છે. આવામાં સવાલ થાય છે કે, શું તેનાથી શરીરને કોઈ પ્રકારની તકલીફ તો નથી થઈ રહી ને. જો તમે ઘરમાં આખો દિવસ કુલર ચલાવો છો, તો તમારે એ જાણી લેવુ જોઈએ કે તેને તેનાથી કઈ કઈ તકલીફો થઈ શકે છે.

સૂખી હવા
કૂલર સતત સૂકી હવા ફેંકે છે, જેનાથી ત્વચામાં જલન, ખાંસી અને ગળામાં ખારાશ થઈ શકે છે.

એલર્જિ
સૂખી હવા ધૂળ અને એલર્જિને હવામાં ઉડાવી શકે છે, જેનાથી એલર્જિ અને શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી શકે છે. 

માંસપેશીમાં દર્દ
ઠંડી હવા સીધી શરીર પર લાગવાથી માંસપેશીઓમા દર્દ અને સાંધા જકડાઈ જવાની સમસ્યા થઈ શકે છે.

માથાનો દુખાવો
અનેક લોકોને સતત ઠંડી અને સૂકી હવાથી માથાનો દુખાવો થવા લાગે છે. 

રૂપિયા સંબંધિત સમસ્યાઓ

વીજળીનું બિલ વધવું
કુલર વીજળીથી ચાલે છે, અને આખો દિવસ કૂલર ચલાવવાથી વીજળીનું બિલ વધી શકે છે.

પાણીનો ખર્ચ
કેટલાક કુલર પાણીના ઉપયોગથી ચાલે છે, તેથી આખો દિવસ ચલાવવાથી પાણીનો ખર્ચ પણ વધી શકે છે.

કુલરની સાચવણી
સતત કુલરના ઉપયોગથી તે ખરાબ જલ્દી થઈ શકે છે. જેના માટે તેને સાચવવાની બહુ જ જરૂરી છે. 

ઠંડું વાતાવરણ 
આખો દિવસ ઠંડા વાતાવરણમાં રહેવાથી શરીરનું તાપમાન ઓછુ થઈ શકે છે. જેનાથી થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે.

ભીની દિવાલ
અનેક પ્રકારના કૂલર દિવાલમાં ભીનાશ છોડે છે. જેનાથી દિવાલ ભીની થઈ શકે છે. તેનાથી પણ તમને તકલીફ પડી શકે છે. 

આ બાબતનું ધ્યાન રાખો કે, તમામ કૂલર એક પ્રકારના હોતા નથી. કેટલાક કુલર વધુ પડતા ઉર્જા કુશળ હોય છે અને ઓછા પાણીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત જો તમને આખો દિવસ કૂલર ચલાવવાની આવશ્યકતા હોય છે, તો ઓછા વીજળી ખર્ચ કરનારા અને ઓછા પાણીનો ઉપયોગ કરનારા મોડલની પસંદગી કરો. 

આ ઉપરાંત તમારે સ્વાસ્થય સંબંધીત બીમારીઓથી બચવા માટે નિયમિત પાણી પીતા રહેવું જોઈએ. તેથી શરીર પર મોઈશ્ચરાઈઝર લગાવો અને હવાને તાજી રાખવા માટે બારી થોડી ખુલ્લી રાખો. કુલરને જો તમે દિવસના 5 થી 6 કલાક ચલાવો તો તે બહુ નુકસાનકારક નથી હોતુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news