5G નેટવર્ક જોઈએ છે? ઈન્ટરનેટમાં પડતા ડખાથી છૂટકારો લેવો છે? તો બધુ છોડીને જાણી લો આ માહિતી
Trending Photos
નવી દિલ્લીઃ નવા વર્ષથી એટલેકે, વર્ષ 2022થી ભારતમાં શરૂ થવા જઈ રહી છે 5G સેવા.આગામી વર્ષે ભારતમાં આવી રહ્યું છે 5G નેટવર્ક, આ 13 શહેરોથી થશે શરૂઆત, તમારું શહેર તો નથીને આ લીસ્ટમાં? ભારતમાં 5G ઈન્ટરનેટ સેવાની રાહ આગામી વર્ષ એટલે કે 2022માં પૂરી થવા જઈ રહી છે. તેને સૌથી પહેલા ભારતના 13 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી ધીમે ધીમે અન્ય શહેરોમાં પણ 5G ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા આ વાત કહેવામાં આવી છે. DoTના પ્રેસ સ્ટેટમેન્ટ મુજબ, 5G સેવા ભારતના 13 શહેરોમાંથી શરૂ થશે. ટેલિકોમ ઓપરેટરોએ આ શહેરોમાં 5G ટ્રાયલ પહેલેથી જ ગોઠવી દીધા છે. 5G ટ્રાયલ અમદાવાદ, બેંગ્લુરુ, ચંદીગઢ, ચેન્ની, દિલ્લી, ગાંધીનગર, ગુરૂગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાત્તા, લખનઉ, મુંબઈ અને પુણેમાં કરવામાં આવશે. જો કે, તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે ક્યું ટેલિકોમ ઓપરેટર કોમર્શિયલી 5G સેવાને રોલઆઉટ કરશે. ત્રણેય અગ્રણી ટેલિકોમ ઓપરેટર્સ Jio, Airtel અને Vi (Vodafone Idea)એ આ શહેરોમાં પહેલેથી જ ટ્રાયલ સાઇટ્સ સેટ કરી છે અને 5G ટ્રાયલ હાથ ધર્યા છે.
5G સર્વિસ રોલઆઉટ પહેલા સ્પેક્ટ્રમ હરાજી થશે. જોકે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે હજુ સુધી આ અંગે કોઈ તારીખ આપી નથી. આ સંદર્ભમાં, આ વર્ષે સપ્ટેમ્બરમાં, DoTએ ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર ટ્રાઈ(TRAI) પાસેથી રિઝર્વ પ્રાઇસ, બેન્ડ પ્લાન, બ્લોક સાઈઝ અને સ્પેક્ટ્રમની માત્રા જેવા પાસાઓ પર ભલામણો માગી હતી. આપને જણાવી દઈએ કે ટેલિકોમ ઓપરેટર્સ અલગ-અલગ શહેરોમાં 5G ટ્રાયલ કરી રહ્યા છે. જેમાં ખૂબ જ હાઈ સ્પીડ જોવા મળી રહી છે. 5Gના આગમન સાથે, ગેમિંગ ઉદ્યોગ અને AI ઉદ્યોગમાં પરિવર્તનની ચર્ચા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે