5 સરળ Steps ફોલો કરી પોતાની ભાષામાં વાપરો WhatsApp

વોટ્સેપ પર 11 ભાષામાં ચેટ કરી શકો છો. 
 

5 સરળ Steps ફોલો કરી પોતાની ભાષામાં વાપરો WhatsApp

નવી દિલ્હીઃ વોટ્સએપ (WhatsApp) આવ્યા બાદ ટેક્સ્ટ મેસેજનું ચલણ લગભગ પૂરુ થઈ ગયું છે. ભારતમાં આશરે 20 કરોડ લોકો આ મેસેજિંગ એપનો ઉપયોગ કરે છે. ડિજિટલ ક્રાંતિ બાદ તેનો ઉપયોગ મેસેજ સિવાય વીડિયો કોલ માટે પણ ખૂબ કરવામાં આવે છે. માર્કેટ પ્રમાણે જુઓ તો ભારત તેના માટે એક મોટુ બજાર છે. તેથી કંપની અહીં સંભાવનાઓનો ભંડાર જૂએ છે. સમય-સમય પર તેમાં નવા ફીચર જોડવામાં આવે છે, જેથી ઉપયોગકર્તાઓ વધુ સુવિધાનો ઉપયોગ કરી શકે. બીજીતરફ ભારતમાં પ્રાદેશિક ભાષાઓની પકડ અને પહોંચ ખુબ વધુ છે. તેવામાં કંપનીએ ઘણી નવી ભાષામાં ચેટના વિકલ્પ આપ્યા છે. હવે ઈંગ્લિશ અને હિન્દી સિવાય બંગાળી, તેલૂગુ, મરાઠી, ઉર્દુ, તમિલ જેવી ભાષાઓનો ઉપયોગ કરી શકાય છે. 

આ લેખમાં અમે તમને જણાવી રહ્યાં છીએ કે કેમ તમે પ્રાદેશિક ભાષાઓમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકો છે. તે પહેલા તમને જણાવી દઈએ કે તમે કોઈ ભાષા પસંદ કરી નથી તો તે ફોનની ડિફોલ્ડ ભાષાને ફોલો કરે છે. 

કેમ પસંદ કરશો તમારી ભાષા? 
1. વોટ્સએપને ખોલો. રાઇટ ટોપ કોર્નર પર તમને ત્રણ ડોટ્સ દેખાશે. ત્યાં તમારે ક્લિક કરવાનું છે. 
2. મેન્યૂ ખુલ્યા બાદ સેટિંગ્સમાં જાઓ.
3. બીજા નંબર પર ચેટ ઓપ્શન દેખાશે જેનાથી સિલેક્ટ કરવાનું છે.
4. સૌથી ઉપર ભાષાનો વિકલ્પ દેખાશે. અહીં તમારા ટેપ કરવાનું છે.
5. ટેપ કર્યા બાદ તમારી સામે 11 ભાષાઓની યાદી ખુલશે. અહીં તમે પોતાની ભાષા પસંદ કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news