હરસિમરત કૌર બાદલ News

હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું
કૃષિ સંબંધિત બિલ લાવનારી મોદી સરકારને મોટો આંચકો લાગ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના રાજીનામાને સ્વીકારી લીધુ અને તેમની જગ્યાએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ભાજપની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળ આ કૃષિ બિલોનો વિરોધ કરી રહી છે. ગુરુવારે જ્યારે લોકસભામાં બિલ રજુ કરાયા તો શિરોમણી અકાલના સાંસદ સુખબીર સિંહ બાદલે તેનો વિરોધ કર્યો અને ઝટકો આપતા કહ્યું હતું કે હરસિમરતકૌર બાદલ મંત્રીપદેથી રાજીનામું આપી દેશે. જો કે શિરોમણી અકાલી દળનું સરકારને સમર્થન ચાલુ રહેશે. 
Sep 18,2020, 7:14 AM IST

Trending news