હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું, નરેન્દ્ર સિંહ તોમર સંભાળશે તેમના મંત્રાલયનો ચાર્જ
Trending Photos
નવી દિલ્હી: કૃષિ સંબંધિત બિલ લાવનારી મોદી સરકારને મોટો આંચકો લાગ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના રાજીનામાને સ્વીકારી લીધુ અને તેમની જગ્યાએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ભાજપની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળ આ કૃષિ બિલોનો વિરોધ કરી રહી છે. ગુરુવારે જ્યારે લોકસભામાં બિલ રજુ કરાયા તો શિરોમણી અકાલના સાંસદ સુખબીર સિંહ બાદલે તેનો વિરોધ કર્યો અને ઝટકો આપતા કહ્યું હતું કે હરસિમરતકૌર બાદલ મંત્રીપદેથી રાજીનામું આપી દેશે. જો કે શિરોમણી અકાલી દળનું સરકારને સમર્થન ચાલુ રહેશે.
President of India Ram Nath Kovind, as advised by the Prime Minister, has accepted the resignation of Harsimrat Kaur Badal (in file pic) from the Union Council of Ministers, with immediate effect: Rashtrapati Bhavan. pic.twitter.com/t8UQZ1jJJY
— ANI (@ANI) September 18, 2020
આ બાજુ હરસિમરત કૌર બાદલે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમણે ખેડૂતો વિરોધી વટહુકમો અને કાયદાના વિરોધમાં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. ખેડૂતોની સાથે તેમની પુત્રી અને બહેન તરીકે સાથે રહેવાનો મને ગર્વ છે. સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. જેના કારણે 20 લાખ ખેડૂતોને અસર થશે. આઝાદી બાદ દરેક રાજ્યે પોતાની યોજના બનાવી. પંજાબ સરકારે છેલ્લા 50 વર્ષ ખેતી અંગે ઘણા કામ કર્યાં. પંજાબમાં ખેડૂતો ખેતીને પોતાનું બાળક સમજે છે. પંજાબ પોતાનું પાણી દેશવાસીઓ પર કુરબાન કરે છે.
As advised by Prime Minister Modi, the President has directed that Narendra Singh Tomar (in file pic), Cabinet Minister, be assigned the charge of the Ministry of Food Processing Industries, in addition to his existing portfolios: Rashtrapati Bhavan pic.twitter.com/AEiXK8EGJq
— ANI (@ANI) September 18, 2020
પંજાબના સીએમએ આપી હતી ચીમકી
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને શિરોમણી અકાલી દળ અધ્યક્ષ સુખબીર સિંહ બાદલને એનડીએ ગઠબંધન છોડવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે એક નિવેદન બહાર પાડતા કહ્યું હતું કે મોદી સરકાર ખેડૂતો વિરુદ્ધ બિલ લાવી રહી છે છતાં બાદલ પરિવાર હજુ પણ સરકારની સાથે ચોંટેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે