ભુપેન્દ્રસિંહ ચુડાસમા News

શિક્ષક તાલીમની જરૂરિયાત જાણવા માટેનું દેશનું સૌથી મોટું સર્વેક્ષણ : ભુપેન્દ્રસિંહ
ભારતના કોઈ પણ રાજ્યમાં આટલા મોટા સ્કેલ પર આ પ્રકારે સર્વેક્ષણ અગાઉ કદી થયુ નથી પરંતુ ગુજરાત સરકાર દ્વારા થયેલ આ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. દેશનુ સૌથી પહેલું અને સૌથી મોટુ છે તેવું શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. આ સર્વેક્ષણમાં ભાગ લેવા બદલ શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌ શિક્ષકોને પાઠવ્યા અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત હોવા છતાંય રાજયના ૫૭ હજારથી વધુ શિક્ષકો સહભાગી બન્યા તે ખુબ જ આનંદની વાત છે તેમ શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું. સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાઈને પોતાની શિક્ષક તત્પરતા અને નિષ્ઠા પ્રદર્શિત કરી છે. અંદાજે 1,51,000 શિક્ષકો સર્વેક્ષણમાં જોડાવા પાત્ર હતા. જૈ પૈકી 37 ટકા જેટલા શિક્ષકો આ મરજીયાત અને સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાયા હતા. નવસારી જિલ્લામાં 78% જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા. 
Aug 24,2021, 21:34 PM IST
નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે તમામ યુનિવર્સીટીઓને શિક્ષણમંત્રીની તાકીદ
શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ ના સંદર્ભમાં સ્પષ્ટ દિશાનિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી છે, તેને ભારત સરકારની વિધિવત મંજૂરી પણ મળી ગઈ છે, ત્યારે આ શિક્ષણ નીતિના અમલીકરણ માટે સ્પષ્ટ કાર્ય રચના ઘડી કાઢવા શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને આહવાન કર્યું છે. આ માટે યુનિવર્સિટીઓ ઝડપભેર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરીને તેના અમલીકરણનો રોડમેપ તૈયાર કરવા માટે આદેશ આપ્યા છે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓનલાઈન બેઠક યોજીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં તેના પરિણામલક્ષી અમલ માટે યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
Aug 28,2020, 21:53 PM IST
કેતન ઇનામદારનાં રાજીનામા મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષની પત્રકાર પરિષદ
Jan 23,2020, 0:00 AM IST

Trending news