ભાજપ કાર્યકર News

ભાજપનાં કાર્યકર અને પોલીસની દાદાગીરીથી પરેશાન પરિવારને જજનાં પગ પકડી લીધા
શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા પરિવારને મકાન ખાલી કરાવવા માટે ભાજપ કાર્યકર્તા દ્વારા રૂપિયા પાંચ લાખની માંગણી અને ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. અમરોલી પોલીસમાં રજુઆત કરવા છતાં પણ અવારનવાર ધમકીઓ મળતાં આખરે ન્યાય માટે ઝઝૂમી રહેલા પરિવારે પોતાના ત્રણ માસૂમ બાળકો સાથે સુરત જિલ્લા કોર્ટ બહાર જ બે હાથ જોડી કાર્યવાહીની માંગ કરી હતી. સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં રહેતા હનુમાન યાદવ સહિત તેના પરિવારને ભાજપ કાર્યકર્તા અમિતકુમાર લલ્લુભાઇ જાલીમ દ્વારા મકાન ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આરોપ મુકવામાં આવ્યા છે. 
Jan 13,2020, 18:20 PM IST

Trending news