એપીએમસી માર્કેટ News

અમદાવાદ એપીએમસી માર્કેટને ડુંગળીની આવકમાં ઘટાડો
અમદાવાદ એપીએમસી માર્કેટને ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે. ગત વર્ષે નવેમ્બર માસમાં એપીએમસીમાં રોજની 50થી 60 ટ્રકની આવક હતી. અત્યારે માત્ર 30 ટ્રક ડુંગળીની આવક થઇ હતી. આવકમાં 50 ટકાનો ઘટાડો નાધાયો છે. કમોસમી વરસાદને પગલે ડુંગળીનો પાક નિષ્પળ થતાં ભાવ આસમાને પહોંચી ગયા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના નાસીક કર્ણાટકમાં કમોસમી વરસાદથી ડુંગળીના બે પાક નિષ્ફળ થયા છે. નવી ડુંગળીની આવક શરૂ થઇ પણ પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. ડુંગળી પાકમાં રોગ આવવાથી પણ આવક ઘટી છે. એક વીંધે 250થી ત્રણસો મણ ડુંગળી થતી હતી. પરંતુ ચાલુ વર્ષે માત્ર 25 મણ ઉત્પાદન થયું છે. હજુ ડિસેમ્બર માસ સુધી આવક વધવાની શક્યતા નહીવત હોવાથી ડુંગળીના ભાવ આસમાને રહેશે.
Nov 29,2019, 14:56 PM IST

Trending news