What did you see monsoon News

ગુજરાતનું આ પક્ષી અભ્યારણ્ય નથી જોયું તો તમે શું જોયું ? ચોમાસામાં સોળે કળાએ ખીલે છે
  ૬૫૪ હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણ્યમાં ૧૫૫ જાતની વનસ્પતિ અને ૨૨૯ પ્રકારના જોવા મળતા વિવિધ પક્ષીઓ. ૧૯૮૨ થી આજ દિન સુધીમાં કુલ ૩,૯૫૦ જેટલા કેમ્પ દ્વારા ૨,૨૦,૨૯૩ જેટલા યુવાઓએ લીધો છે. પ્રાકૃતિક શિક્ષણનો લાભ. ભારતીય સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથો વેદો, પુરાણ અને ઉપનિષદમાં માનવ સમાજ, વન્ય અને પાલતુ વન્યજીવો, વૃક્ષો, પક્ષીઓ વચ્ચેના સબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ પ્રકૃતિના સાનિધ્યમાં જ હતો. બદલાતા સમય અને વિશ્વના દેશોમાં વધતા જતા શહેરીકરણની અસરને કારણે પ્રકૃતિના કાર્યોમાં વિક્ષેપ થવા લાગ્યો હતો. આ વાતને ધ્યાને રાખીને વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન કરવા સરકાર દ્વારા આજથી ૪૦ વર્ષ પહેલા ૨૯-૦૮-૧૯૮૦ના રોજ રાજકોટ જિલ્લાના હીંગોળગઢને વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ કલમ 33/B હેઠળ અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 
Aug 29,2020, 10:40 AM IST

Trending news