Unique lamp News

JUNAGADH નો આ અનોખો દિવો, જે ઘરમાં પ્રજ્વલીત થશે તો સંપત્તિ તો ઠીક તમામ રોગનો પણ નાશ
દેશ આજે આત્મનીર્ભર બનવા તરફ આગળ વધી રહયૉ છે, ત્યારે જૂનાગઢ કોયલી ગામની એક મહીલા ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી અનેક ચીજવસ્તુ બનાવી આત્મનીર્ભર બની  રહી છે. સાથે અન્ય ગામની મહીલાને પણ આત્મનીર્ભર બનાવી રહી છે. જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામના ભાવનાબેન ત્રાંબડીયા આજે ગાયના છાણમાંથી દીવડા બનાવી રહયા છે. ગૌશાળામાંથી છાણ લઇ આવીને પોતાના ઘરે દીવડા બનાવી રહ્યા છે, સાથે અન્ય ગામની અન્ય મહીલાઓને પણ રોજગારી આપી રહ્યા છે. દીપાવલી પર્વમાં દીવડાનું અનેરું મહત્વ હોઈ છે. હિન્દૂ ધર્મના શાસ્ત્રોમાં દીપાવલીના તહેવારોમાં ઘરે ઘરે લોકો દીવડા પ્રગટાવે છે ત્યારે બજારો માં અવનવા દીવડા ની વેરાઈટી જોવા મળે છે ત્યારે ભાવનાબેને ગાયના છાણમાંથી દીવડા બનાવ્યા હતા. 
Oct 26,2021, 22:36 PM IST

Trending news