Tamanche pay disco News

ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે તમંચે પે ડિસ્કો? નાની સુના લશ્કર પાસે હોય તેટલા હથિયારો ઝડપ
ગુજરાત હાલ ડ્રગ્સ માટેનો સુવર્ણ રૂટ બની ચુક્યો છે. રોજિંદી રીતે પોલીસ ડ્રગ્સ મોટા પ્રમાણમાં ઝડપે છે તેમ છતા પણ ડ્રગ્સ ખુટતું જ નથી. જેના પગલે ગુજરાત પોલીસની તમામ શાખાઓ સક્રિય છે. જો કે હવે ગુજરાત ATS એ જે ઝડપ્યું છે તે સાંભળીને ચોંકી ઉઠશો. ATS દ્વારા 2 આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ તેમની પુછપરછ કરતા 22 ઇસમોના નામ સામે આવ્યા છે. જેમની પાસેથી 50 બિનકાયદેસર હથિયાર કબ્જે કર્યા છે. ATS એ 24 કલાકમાં જ આ ઓપરેશન સફળ રીતે પુરૂ પાડ્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સોશિયલ મીડિયા ફોટા પડાવી અપલોડ કરાત હતા. બોટાદ, સુરેન્દ્રનગર અને આસપાસના શહેર ગામડાના લોકોએ હથિયાર ભેગા કર્યા તેનો પર્દાફાશ ATS દ્વારા કરવામાં આવ્યો છે. 
May 5,2022, 18:12 PM IST

Trending news