ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે તમંચે પે ડિસ્કો? નાની સુના લશ્કર પાસે હોય તેટલા હથિયારો ઝડપાયા

ગુજરાત હાલ ડ્રગ્સ માટેનો સુવર્ણ રૂટ બની ચુક્યો છે. રોજિંદી રીતે પોલીસ ડ્રગ્સ મોટા પ્રમાણમાં ઝડપે છે તેમ છતા પણ ડ્રગ્સ ખુટતું જ નથી. જેના પગલે ગુજરાત પોલીસની તમામ શાખાઓ સક્રિય છે. જો કે હવે ગુજરાત ATS એ જે ઝડપ્યું છે તે સાંભળીને ચોંકી ઉઠશો. ATS દ્વારા 2 આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ તેમની પુછપરછ કરતા 22 ઇસમોના નામ સામે આવ્યા છે. જેમની પાસેથી 50 બિનકાયદેસર હથિયાર કબ્જે કર્યા છે. ATS એ 24 કલાકમાં જ આ ઓપરેશન સફળ રીતે પુરૂ પાડ્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સોશિયલ મીડિયા ફોટા પડાવી અપલોડ કરાત હતા. બોટાદ, સુરેન્દ્રનગર અને આસપાસના શહેર ગામડાના લોકોએ હથિયાર ભેગા કર્યા તેનો પર્દાફાશ ATS દ્વારા કરવામાં આવ્યો છે. 
ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે તમંચે પે ડિસ્કો? નાની સુના લશ્કર પાસે હોય તેટલા હથિયારો ઝડપાયા

અમદાવાદ : ગુજરાત હાલ ડ્રગ્સ માટેનો સુવર્ણ રૂટ બની ચુક્યો છે. રોજિંદી રીતે પોલીસ ડ્રગ્સ મોટા પ્રમાણમાં ઝડપે છે તેમ છતા પણ ડ્રગ્સ ખુટતું જ નથી. જેના પગલે ગુજરાત પોલીસની તમામ શાખાઓ સક્રિય છે. જો કે હવે ગુજરાત ATS એ જે ઝડપ્યું છે તે સાંભળીને ચોંકી ઉઠશો. ATS દ્વારા 2 આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ તેમની પુછપરછ કરતા 22 ઇસમોના નામ સામે આવ્યા છે. જેમની પાસેથી 50 બિનકાયદેસર હથિયાર કબ્જે કર્યા છે. ATS એ 24 કલાકમાં જ આ ઓપરેશન સફળ રીતે પુરૂ પાડ્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સોશિયલ મીડિયા ફોટા પડાવી અપલોડ કરાત હતા. બોટાદ, સુરેન્દ્રનગર અને આસપાસના શહેર ગામડાના લોકોએ હથિયાર ભેગા કર્યા તેનો પર્દાફાશ ATS દ્વારા કરવામાં આવ્યો છે. 

ગુજરાત એટીએસને બાતમી મળી કે, લીંબડી સબ જેલમાંથી પેરોલ જંપ કરી નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર અને તેના સાગરિતો બિનકાયદેસર રીતે લાયસન્સ વગરના હથિયારો રાખી રહ્યા છે અને તેની હેરાફેરી પણ કરે છે. આરોપી પાસેથી 4 હથિયારો મળી આવ્યા હતા. જો કે પુછપરછ કરતા આ રેકેટ તો ખુબ જ વિશાળ હોવાનું સામે આવ્યું હતુ. આ લોકો મધ્યપ્રદેશના કુક્ષી જિલ્લાના બાગ ગામમાંથી લાવ્યા હતા. વનરાજ નામનો એક વ્યક્તિ ડિલીવરી કરતો હતો. 

આરોપીઓ 100 જેટલા લોકોને હથિયાર વેચી ચુક્યા હતા. સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને ભાવનગર સહિતના લોકોને બિનકાયદેસર રીતે વેચ્યું હતું. ATS દ્વારા અલગ અલગ રીતે 24 સ્થળો દર દરોડા કરીને 22 લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 50 બિનકાયદેસર કબજે કર્યા હતા. કુલ 54 હથિયાર કબ્જે કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આવડો મોટો હથિયારોનો જથ્થો ઝડપાતા પોલીસબેડામાં પણ ચકચાર મચી હતી.

ઝડપાયેલા આરોપીઓ...
વિનોદભાઇ નટુભાઇ વ્યાસ-સુરેન્દ્રનગર
કિશોરભાઇ બાવકુભાઇ ધાધલ-રાજકોટ
મહિપાલભાઇ ભગુભાઇ બોરીચા-રાજકોટ
રવિરાજભાઇ બાબભાઇ ખાચર રાણપુર
રવિભાઇ માત્રાભાઇ ખાચર-બોટાદ
શક્તિભાઇ જેઠસુરભાઇ બસીયા- બોટાદ
નાગજીભાઇ જેસીંગભાઇ સાંકળીયા-બોટાદ
૨મેશભાઇ રસીકભાઇ ગોહીલ- બોટાદ
સુરેશભાઇ દેવકુભાઇ ખાચર-બોટાદ
ચીરાગભાઇ મુકેશભાઇ જાદવ -સાથલા
ગુજન પ્રકાશભાઇ ધામેલ-સુરેન્દ્રનગર
ભગીરથ ફુલાભાઇ ધાધલ- બોટાદ
સત્યજીત અનકભાઇ મોડા- બોટાદ
અલ્પેશ માનસીંગભાઇ ડાડોળીયા-બોટાદ
ઉદયરાજ માગેશભાઇ માંજરીયા-બોટાદ
દિલીપભાઇ દડુભાઇ ભાંભળા-બોટાદ
કિરીટભાઇ વલકુભાઇ બોરીચા બોટાદ
અજીતભાઇ ભુપતભાઇ પટગીર- બોટાદ
મુકેશભાઇ રામજીભાઇ કેરાલીયા-સુરેન્દ્રનગર
ભાવેશભાઇ દિનેશભાઇ મકવાણા- ચોટીલા
પ્રદિપભાઇ રજૂભાઇ વાળા - સાયલા
પ્રતાપભાઇ ભુપતભાઇ ભાંભળા-સુરેન્દ્રનગર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news