Special package News

ગરમીમાં કાશ્મીરની શાનદાર પહાડીઓની સફર કરવા માગો છો? તો IRCTC લાવ્યું છે ખાસ પેકેજ
જો તમે ગરમીની સિઝનમાં ભારતના સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીરની ખૂબસૂરતીને પોતાની આંખોથી નિહાળવા માગો છો તો તમારા માટે IRCTC એક આકર્ષક ઓફર લઈને આવ્યું છે. તમારા માટે IRCTCએ એક ખાસ એર પેકેજની જાહેરાત કરી છે. IRCTC આ પેકેજને કાશ્મીર હેવન ઓન અર્થ એક્સ મુંબઈ નામ આપ્યું છે. આ પેકેજમાં તમે શ્રીનગર, ગુલમર્ગ, સોનમાર્ગ અને પહલગામના ખૂબસૂરત મેદાનોની મુલાકાત લઈ શકો છો. કાશ્મીરની આ ટૂર 5 રાત અને 6 દિવસની હશે. આ હવાઈ યાત્રા મુંબઈથી શરૂ થશે. જેમાં તમે મુંબઈથી શ્રીનગર માટે ઉડાન ભરશો. શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને પહલગામની મુસાફરી પછી ફ્લાઈટ તમને મુંબઈ પાછી લાવશે. આ યાત્રા નિયમિત અંતરે આયોજિત કરવામાં આવી રહી છે. આ પેકેજ માટે યાત્રા 9,16,19,23 અને 30 એપ્રિલે 2023ના રોજ શરૂ થશે. જેમાં તમે કોઈપણ તારીખ પસંદ કરી શકો છો.
Feb 15,2023, 8:08 AM IST

Trending news