સરકારી ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ બારોબાર સગેવગે થઇ ગયું, તપાસમાં થયો ઘટસ્ફોટ

શહેરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી કરોડૉની કિંમતનો ઘઉં અને ચોખાના જથ્થાની ઘટ મળી આવતા કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે, ત્યારે આ મામલે હવે ગોડાઉન મેનેજર અને તેમના સ્ટાફ સહિત ઓડીટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની સામે ફરિયાદ નોંધાવવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરાના સરકારી ગોડાઉનમાં માત્ર 18 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ કરોડો રૂપિયાનું અનાજ પગ કરી ગયું હોવાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. શહેરાના સરકારી ગોડાઉનમાં સ્ટોક પત્રક કરતાં ઓછો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. શહેરા મામલતદાર અને જિલ્લા પુરવઠા મામલતદારની આકસ્મિક ચકાસણીમાં આ કથિત કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં ચોંકી જવાય એવી વિગતો સામે આવી છે. ગત 31 જાન્યુઆરીએ કરાયેલા ઓડિટ અને જીલ્લા પુરવઠા અધિકારીની મુલાકાત કરી સ્ટોકની ચકાસણી કરી હતી. 
સરકારી ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ બારોબાર સગેવગે થઇ ગયું, તપાસમાં થયો ઘટસ્ફોટ

જયેન્દ્ર ભોઇ/પંચમહાલ : શહેરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી કરોડૉની કિંમતનો ઘઉં અને ચોખાના જથ્થાની ઘટ મળી આવતા કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે, ત્યારે આ મામલે હવે ગોડાઉન મેનેજર અને તેમના સ્ટાફ સહિત ઓડીટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની સામે ફરિયાદ નોંધાવવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરાના સરકારી ગોડાઉનમાં માત્ર 18 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ કરોડો રૂપિયાનું અનાજ પગ કરી ગયું હોવાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. શહેરાના સરકારી ગોડાઉનમાં સ્ટોક પત્રક કરતાં ઓછો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. શહેરા મામલતદાર અને જિલ્લા પુરવઠા મામલતદારની આકસ્મિક ચકાસણીમાં આ કથિત કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં ચોંકી જવાય એવી વિગતો સામે આવી છે. ગત 31 જાન્યુઆરીએ કરાયેલા ઓડિટ અને જીલ્લા પુરવઠા અધિકારીની મુલાકાત કરી સ્ટોકની ચકાસણી કરી હતી. 

દરમિયાન સ્ટોક પત્રક અને ઉપલબ્ધ જથ્થો સમ પ્રમાણમાં મળી આવ્યો હોવાનું ખુદ જિલ્લા પુરવઠા મામલતદાર સ્વીકારી રહ્યા છે. ત્યારે માત્ર 20 દિવસમાં જ અધધ કહી શકાય એટલી માત્રામાં જથ્થો એકાએક ગાયબ થઈ હોવાનું જોવાય રહ્યું છે. ઘઉંના 50 કિલો વજનના 13127 કટ્ટા અને ચોખાના 1298 કટ્ટટાનો જથ્થો ઓછો મળી આવ્યો છે. ત્યારે આ કથિત અનાજ કૌભાંડમાં આખરે આ અનાજનો જથ્થો ગયા ક્યાં? કોના પીઠબળ હેઠળ આ મસમોટું કથિત કૌભાંડ આચરવામાં આવ્યું? ઉલ્લેખનીય છેકે 2019માં કાલોલથી પણ 16 હજાર બોરી અનાજનો 4.33 કરોડનો જથ્થો ઓછો મળી આવતા 9 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે હવે શહેરા ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ઓછો મળી આવવા મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારી ગોડાઉન મેનેજર, ઓડિટ ટીમ, સહિત જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છેકે ગોડાઉન મેનેજર પણ ટેક્નિકલ કારણનું રટણ કરી 31 જાન્યુઆરીએ ઓડિટમાં જિલ્લા પુરવઠા મામલતદારે ચેકિંગ કર્યુ દરમિયાન જથ્થો પૂરો જ હોવાનું કેમેરાથી દૂર ભાગતા જઈ જણાવી રહ્યા છે.તો શું 20 દિવસ અગાઉ કરાયેલા ઓડિટ અને તપાસણી અહેવાલમાં ચેડાં કરવામાં આવ્યા હશે કે ત્યારબાદ હિંમતભેર કોઈકના પીઠબળ થી જથ્થો સગેવગે કરી દેવાયો હશે જેવા અનેક વેધક સવાલો વચ્ચે હવે સત્ય અને તથ્ય તપાસમાં બહાર આવશે.

જો કે ચોંકાવનારી વાત એ પણ છે કે અગાઉ કાલોલ સરકારી અનાજ ના કરોડો ના કૌભાંડ વખતે પણ કે.આર.દેવળ જિલ્લા પુરવઠા મૅનેજર ના ચાર્જ માં હતા અને તેમનું પણ આરોપી તરીકે નામ ખુલ્યું હતું ત્યારે ફરી વખત આજ અધિકારી હાલ ફરજ માં છે ત્યારે ફરી એક વખત અનાજ કૌભાંડ પ્રકાશ માં આવતા શંકા ની સોય આ અધિકારી પર પણ તોળાઈ રહી છે. આ અનાજ કૌભાંડ માં અન્ય એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે જેમાં પાલનપુર ખાતે થી પણ સામે આવેલા અનાજ કૌભાંડ ના છેડા પંચમહાલ માં અડી રહ્યા હોવા ની આશંકા સેવાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news