Relief commissioner News

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આગામી 4 દિવસ ભારે, રાહત કમિશ્નર સહિત તંત્રની તડામાર
રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર તા.૧૪/૦૯/૨૦૨૧ ના રોજ ૧૬.૦૦ કલાકે જીસ્વાન ૫ર યોજવામાં આવ્યું હતું. રાહત નિયામક અને નાયબ સચિવ, એસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઇન હાજર રહેલા તમામ અધિકારીઓનું સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી  રાજયમાં ૨૩ - જિલ્લાના, ૮૫ -તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૫૧ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૪/૦૯/૨૦૨૧ અંતિત ૫૮૧.૬૧મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૬૯.૨૪% છે.
Sep 14,2021, 19:56 PM IST
રાહત કમિશ્નરની પત્રકાર પરિષદ, ગુજરાતમાં વરસાદી હાહાકાર વચ્ચે સબ સલામત હોવાનો દાવો
ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે ચોતરફ હાહાકાર છે. સામાન્ય નાગરિક પરેશાન છે. ખેડૂતો પણ પાક નિષ્ફળ જવાનાં કારણે પરેશાન છે. તેવામાં રાહત કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં સબ સલામત હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સાર્વત્રિક વરસાદ થયો છે. હવે વરસાદની સંભાવના ઓછી છે. સપ્ટેમ્બર મધ્ય ભાગ સુધી ઓછો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 120 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 255 ટકા વરસાદ થયો છે. જ્યારે ઉત્તરગુજરાતમાં 104 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. આજ સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાક 172 તાલુકા માં વરસાદ નોંધાયો છે. 5 તાલુકા માં 2 ઇંચ થી વધુ વરસાદ થયો છે. સરદાર સરોવર ડેમ 81 ટકા જળ સંગ્રહ થયો હોવાનું જણાવ્યું હતું. 
Sep 1,2020, 22:49 PM IST

Trending news