Ready News

લોકડાઉન છતા ઇમરાન ખાનનું માનવા તૈયાર નથી પાકિસ્તાન, સેંકડો લોકોએ પઢી નમાઝ
કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે શુક્રવારે પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઇ ચુકી છે. ગુરૂવારે રમઝાનને ચાંદ દેખાયો. શુક્રવારથી જ માહ એ રમઝાન ચાલુ થઇ ચુક્યું છે. મોટા ભાગનાં દેશોમાં સંક્રમણને અટકાવવા માટે પ્રતિબંધો લગાવાયા છે. એવામાં લોકો પોતાનાં ઘરોમાં જ નમાઝ પઢી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન જેવા અનેક દેશોમાં મસ્જિદોમાં સામુહિક નમાજ થઇ. અહીં ઇમામ વડાપ્રધાન ઇમરાન ખાનનાં ઘરમાં રહીને નમાઝ પઢવાનો નિર્ણય માનવા માટે તૈયાર નથી. ડબલ્યુએચઓએ પણ રમઝાન દરમિયાન કોઇ કાર્યક્રમમાં ભાગ લેવા અને સમુહમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે. ભારતમાં પણ કોરોના વાયરસનાં કારણે પ્રતિબંધોના કારણે તરાવીહ અને નમાઝ ઘરોમાં થશે. ઇફ્તાર પણ નહી થાય.
Apr 24,2020, 23:36 PM IST

Trending news