જાધવને કાઉન્સેલર એક્સેસ આપશે PAK, ભારતે કહ્યું નહી ચાલે કોઇ શરત

પાકિસ્તાનના કુલભુષણ જાધવને સોમવારે કાઉન્સેલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનની જેલમાં રહેલ કુલભૂષણ જાધવને સોમવારે કાઉન્સેલર સંબંધો અંગે વિયાના કન્વેંશન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ના નિર્ણય અને પાકિસ્તાનનાં કાયદા અનુસાર કાઉન્સેલર એક્સેસ આપવામાં આવશે.

જાધવને કાઉન્સેલર એક્સેસ આપશે PAK, ભારતે કહ્યું નહી ચાલે કોઇ શરત

નવી દિલ્હી : પાકિસ્તાનના કુલભુષણ જાધવને સોમવારે કાઉન્સેલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનની જેલમાં રહેલ કુલભૂષણ જાધવને સોમવારે કાઉન્સેલર સંબંધો અંગે વિયાના કન્વેંશન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ના નિર્ણય અને પાકિસ્તાનનાં કાયદા અનુસાર કાઉન્સેલર એક્સેસ આપવામાં આવશે.

પશ્ચિમ બંગાળ: સાંસદ અર્જુન સિંહ પર હુમલાના વિરોધમાં BJPનું બંધનુ આહ્વાન
પાકિસ્તાનનાં આ પ્રસ્તાવ અંગે ભારતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભારત ઇચ્છે છે કે જાધવને કોઇ સર્વેલન્સ વગર એક્સેસ ફાળવવામાં આવે. કુલભૂષણ જાધવને દૂતાવાસ મદદની પરવાનગી આપવાનાં પાકિસ્તાનનાં વચનનાં 6 અઠવાડીયા બાદ ઇસ્લામાબાદ દ્વારા ગુરૂવારે જણાવાયું તું કે, આ મુદ્દે તેઓ ભારતના સંપર્કમાં છે.

VIDEO: અણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાનની પોલીસ સાયકલમાં કરે છે પેટ્રોલિંગ
ઉલ્લેખનીય છે કે, એક ઓગષ્ટે પાકિસ્તાને કહ્યું હતું કે, ફાંસીની સજાનો સામનો કરી રહેલ ભારતનાં પૂર્વ નૌસેના અધિકારી જાધવને આગામી દિવસોમાં દૂતાવાસ મદદ પુરી પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલભુષણ જાધવ (49)ને પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે જાસુસી અને આતંકવાદના આરોપમાં 2017માં મૃત્યુ દંડની સજા ફટકારી હતી.ત્યાર બાદ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ ચુકાદાને પડકારીને મૃત્યુ દંડને અટકાવવા માટેની માંગ કરી હતી.

કેરળના રાજ્યપાલ બનવા અંગે આરિફ મોહમ્મદે કહ્યું, સૌભાગ્યશાળી છું કે...
આઇસીજેએ 17 જુલાઇએ જાધવ પર દોષસિદ્ધ અને સજા પ્રભાવ અંગે ફરી એકવાર પુનર્વિચાર કરવા માટેનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સમયનો બગાડ કર્યા વગર તેને દુતાવાસ મદદ પહોંચાડવા માટે પણ જણાવ્યું હતું. જો કે પાકિસ્તાનનાં દુતાવાસ મદદ માટે જે શરતો મુકી હતી તેમાં એક શરત એવી પણ હતી કે જ્યારે ભારતીય અધિકારીઓ જાધવ સાથે મુલાકાત કરે ત્યારે પાકિસ્તાની અધિકારીઓ પણ હાજર રહેશે. જેનો ભારતે વિરોધ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news