Ram katha News

ઉમાશંકર જોશીના જન્મ સ્થળે મોરારી બાપુની કથાનું આયોજન
જીલ્લાના બામણાં ગામ એ પ્રસિધ્ધ કવિ ઉમાશંકર જોષીનુ જન્મ સ્થળ  છે અને તેમના વતન બામણાં ગામે પ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુએ ઉમાશંકર માનસ કથા યોજી છે. નવ દીવસ સુધી ચાલનારી આ કથાનુ આયોજન કવિ ઉમાશંકર જોષીના માનમાં આયોજીત કરવામાં આવી છે. પ્રસિધ્ધ કવિ ઉમાશંકર જોષીનુ વતન એટલે સાબરકાંઠા જીલ્લાનુ બામણાં ગામ, પ્રસિધ્ધ કવીના માનમાં પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ ઉમાશંકર માનસ કથાનુ આયોજન કરાવ્યુ છે. નવ દીવસ સુધી મોરારીબાપુ બામણાં ગામે ઉમાશંકરજીને યાદ કરીને કથાનુ રસપાન બામણાં વાસીઓ અને સાબરકાંઠાના લોકોને યાદ કરાવશે. આ દરમ્યાન ઉમાશંકરજીની કવિતાઓને પણ યાદ કરીને તેનુ પણ ગાન કરાવવામાં આવશે અને આ માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યા છે. 
Jan 4,2020, 22:29 PM IST

Trending news