Please News

CM રૂપાણીએ કહ્યું માસ્ક જ હાલ કોરોનાની દવા, કૃપા કરી નાગરિકો જવાબદાર રહે
રાજ્યમાં કોરોનાની સ્થિતી યથાવત્ત છે. ગઇકાલે 1515 અને આજે 1495 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 48 દિવસ બાદ રાજ્યમાં 13 જેટલા લોકોનાં મોત નિપજ્યા છે. આ અગાઉ ઓક્ટોબર રોજ 13 દર્દીનાં મોત નિપજ્યા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ચુકી છે. રાજ્યમાં 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચલાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની જનતા જોગ સંબોધન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ગામમાં સંક્રમણ વધે નહી તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર ન નિકળે તે માટે અપીલ કરી હતી. રાજ્યની તમામ જનતા માસ્ક ફરજીયાત પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે જરૂરી છે. હાલ કોરોનાની કોઇ રસી નથી તેવામાં માસ્ક જ બચાવ છે તેમ સમજીને લોકો તકેદારી રાખે તે જરૂરી છે. 
Nov 22,2020, 19:25 PM IST
હોર્ન વગાડવાની શહેરને સજા: વિજય નેહરાએ વીડિયો રિટ્વીટ કર્યો
મુંબઇના ટ્રાફીકની ખરાબ સ્થિતી વિશે તો લગભગ બધા જાણે જ છે અને તમાં પણ ચાર રસ્તે સિગ્નલ બંધ હોવા છતા પણ હોર્ન વગાડવાની વાહન ચાલકોની વિચિત્ર વૃતી ન માત્ર પોલીસ પરંતુ આ બાબતે જાગૃત નાગરિકો માટે માથાનો દુખાવો બની ગઇ હતી. જો કે લોકોને સમજાવવાથી કોઇ માનતું નહોતું પરંતુ પોલીસે એવો અનોખો કિમિયો અજમાવ્યો અને તેને ટ્વીટ કર્યો જેની ખુબ સરાહના થઇ રહી છે. આ વીડિયોમાં મુંબઇ પોલીસે પ્રાયોગિક ધોરણે કેટલાક ટ્રાફીક સિગ્નલ પર ડેસિબલ મીટર (અવાજની તિવ્રતા માપવાનું મીટર) મુક્યા હતા. સામાન્ય રીતે વેઇટિંગ પીરિયડ 90 સેકન્ડનો હોય છે. જો કે તમે હોર્ન વગાડો અને અવાજ 85 ડેસિબલથી વધારે થાય તો તુરંત જ સિગ્નલ રિસેટ થઇ જાય છે અને 90 સેકન્ડથી ચાલુ થઇ જાય છે. 
Jan 31,2020, 22:17 PM IST

Trending news