Performed News

કોરોનાકાળમાં જીવના જોખમે ફરજ નિભાવનારા ડોક્ટર્સનું CM એ આભાર વ્યક્ત કરી સન્માન કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ-સરળ અને સહજ નિખાલસ વ્યક્તિત્વનો વધુ એક પરિચય રવિવારે રાજ્યભરના જિલ્લાઓના તબીબો, ડોક્ટર્સને પણ થયો હતો. કોરોના મહામારીમાં લોકો માટે દેવદુત બનીને અને પોતાના જાનના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા કરનાર તબીબી જગતના ડોકટર્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ગાંધીનગર નિવાસ સ્થાને આમંત્રીત કરી તબીબોનો રૂણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રીએ આહવાથી અંબાજી, દ્વારકાથી શામળાજી, દેવગઢ બારિયાથી દિયોદર એમ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા 3 હજારથી વધુ ડોક્ટર્સની સમગ્ર સમાજને સ્વસ્થ રાખવાની અમૂલ્ય સેવાઓને બિરદાવી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના ૩૫ જેટલા વરિષ્ઠ- સિનીયર ડોક્ટર્સ, જેઓ વિવિધ પદ પર સેવાઓ આપીને નિવૃત થયેલા છે તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
May 8,2022, 23:32 PM IST
અમદાવાદમાં આવેલા GCRIમાં થઈ ભારતની અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી.ના બ્રાઉન ટ્યુમર
ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7  સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે જીસીઆરઆઇમાં જેની સર્જરી થઈ છે તે ટ્યુમરનું કદ 10 x 10 સેન્ટિમિટરનું છે. નાના ચણાં જેવડી ગાંઠ ધીરે-ધીરે વધીને 10 સેન્ટિમિટરની થઈ, શરીરમાં હિમોગ્લોબિન ઘટી જવાથી દર્દી બોલે, ચાવે કે બાયોપ્સી લેવામાં આવે ત્યારે મોઢામાંથી સતત રક્તસ્ત્રાવ થતો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ)માં ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી. કદના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી કરાઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરના નોંધાયેલા કેસમાં ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7  સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે જીસીઆરઆઇમાં જે ટ્યુમરની સર્જરી થઈ છે તે ટ્યુમરનું કદ 10 x 10 સેન્ટિમિટરનું છે. આમ આ અત્યાર સુધીનું સૌથી મોટું જડબાનું બ્રાઉન ટ્યુમર છે. 
Oct 5,2021, 17:26 PM IST

Trending news