Pakistani boat News

કચ્છ : વિવાદિત હરામી નાળા પાસે પહોંચી ગયા બે માછીમાર, BSFએ પીછો કરીને પકડ્
હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદીલી ભર્યો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે કચ્છના કુખ્યાત એવા હરામી નાળા પાસેથી બે શંકાસ્પદ વ્યક્તિ ઝડપાઇ હતી. પકડાયેલા બંને વ્યક્તિ પાકિસ્તાની માછીમારો હોવાનું અનુમાન છે. ત્યારે BSFએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ભારતીય જળ સીમામાં હરામીનાળામાંથી ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સે પેટ્રોલિંગ દરમિયાન બે ઘૂસણખોરોને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંને માછીમારી કરવા માટે ભારતીય સીમાની અંદર આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાંજે 5.30 કલાકના સમયે બીએસએફના જવાનોએ બોટનો પીછો કરીને બંને માછીમારોને પકડી પાડ્યા હતા. તેની પાસેથી માછીમારીનો સામાન તથા માછલીનો જથ્થો પકડાયો હતો. ત્યારે બોટ ઝડપાયા બાદ બીએસએફએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 
Oct 22,2019, 10:43 AM IST
કચ્છ : વિવાદિત હરામી નાળા પાસેથી એકસાથે 5 પાકિસ્તાની ફિશીંગ બોટ મળી
Oct 12,2019, 13:34 PM IST

Trending news