Not a single case in 9 districts News

Gujarat Corona Update: 454 નવા કેસ, 361 દર્દી સાજા થયા, 9 જિલ્લાઓમાં એક પણ કેસ નહી
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થવા લાગ્યા હતા. 
Mar 2,2021, 19:13 PM IST
Gujarat Corona Update: નવા 234 કેસ, 353 દર્દી રિકવર થયા, 9 જિલ્લામાં એક પણ કેસ નહી
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 234 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 353 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,57,473 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 974 કેન્દ્રો પર 56,332 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 6,60,516 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.
Feb 9,2021, 19:33 PM IST

Trending news