ભૂતપૂર્વ Dy.CM નરહરિ અમીન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં સારવાર હેઠળ
Trending Photos
અમદાવાદ : ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં દિવાળીનું વાતાવરણ છે ત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટ્યા બાદ ફરી એકવાર વધવા લાગી છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓ દાખલ કરવા પડ્યા હતા. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપટે આવી ચુક્યા છે. ત્યારે ભાજપના વધારે એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત થયા છે. હાલમાં જ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ પણ કોરોનાની ઝપટે ચડ્યા હતા.
પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નરહરિ અમીને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પરંતુ ડોક્ટર્સની સલાહથી યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છું. મારો અનુરોધછે કે, છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થવા અને જો લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટિંગ કરાવવા માટે અપીલ કરી હતી.
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 219 નવા કેસ નોંધાયા છે જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે કુલ 185 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 12 નવેમ્બરે સાંજે 13 નવેમ્બરથી સાંજ સુધીમાં 190 જ્યારે જિલ્લામાં 29 કેસ નોંધાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે