Made at hazira News

સુરતના હજીરા ખાતે બન્યું સ્વદેશી બ્રહ્માસ્ત્ર, કેન્દ્રીય મંત્રી પ્રધાનનું ફ્લેગ ઓફ
  હજીરા ખાતે L&T કંપની દ્વારા આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્ષ ખાતે નિર્મિત 88મી K-9 વજ્ર ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવા માટે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાહ તા. આ ઉપરાંત તેમના હસ્તે કંપની દ્વારા નિર્મિત ઇથીલિન ઓક્સાઇડ રિએક્ટરને ઓરીસાના પારદીપ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માટે પણ ફ્લેગ ઓફ આપ્યું હતું. એલ એન્ડ ટી દ્વારા નિર્મિત સુપર ક્રિટિકલ ઇક્વીપમેન્ટ અંતર્ગત MEG (મોનો ઇથીલિન ગ્લાયકો) પ્રોજેક્ટ માટેના દેશોના બીજા ક્રમના સૌથી મોટા ડિ ઇથીલાઇઝર અને વોશ ટાવરને પણ એલએન્ડ ટી રોરો જેટી પરથી ફ્લેગ આપી કેન્દ્રીય મંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 
Jan 5,2021, 0:03 AM IST

Trending news