Jeremy corbyn News

બ્રિટન ચૂંટણી: લેબર પાર્ટીના જેરેમી કોર્બિને ઉઠાવ્યો હતો કાશ્મીર મુદ્દો
દુનિયામાં હાલ તો ભારતની બોલબાલા થઈ રહી છે. કારણ કે બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં જીતનારા બોરિસ જ્હોન્સને કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો અને તેમની જબરદસ્ત ઐતિહાસિક જીત થઈ છે. ભારતીય મૂળના લોકોની જીતનો પણ એક નવો રેકોર્ડ બન્યો છે. સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે. વડાપ્ધાન બોરિસ જ્હોન્સનને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. જ્યારે વિપક્ષી લેબર પાર્ટી માટે 1935 બાદ આ સૌથી ખરાબ ચૂંટણી પરિણામ છે. ચૂંટણીમાં કુલ 650 બેઠકોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને 365 બેઠકો મળી છે. કેટલીક જગ્યાએ તો દક્ષિણપંથી પાર્ટીએ લેબર પાર્ટીના ઉમેદવારોના ગઢના કાંકરા પણ ખેરવી દીધા છે. 
Dec 13,2019, 22:58 PM IST

Trending news